મુંબઈઃ મહાન ગાયિકા આશા ભોસલેએ કરોડો સંગીતપ્રેમીઓને દાયકાઓ સુધી પોતાના મધુર કંઠથી મંત્રમુગ્ધ કરીને ફાની દુનિયામાંથી વિદાય લીધી એને પગલે તેમને અંજલિ આપનારાઓમાં ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પણ છે અને કેટલાક લોકોને કદાચ નવાઈ લાગી હશે કે ક્રિકેટર અને એ પણ ઑસ્ટ્રેલિયાના ખેલાડીનું બૉલિવૂડ સાથે વળી કનેક્શન કેવી રીતે?
યાદ અપાવવાની કે 2006ની સાલમાં (20 વર્ષ પહેલાં) આશા ભોસલે (Asha Bhosle)એ બ્રેટ લી સાથે એક ગીત ગાયું હતું. બ્રેટ લીએ `યુ આર ધ વન ફૉર મી...' સૉન્ગ લખ્યું હતું અને એ સૉન્ગમાં `હાં મૈં તુમ્હારા હૂં...તુમ્હારા હી રહૂંગા...' એવી હિન્દી ભાષામાં ગીતની લાઇન હતી જે બ્રેટ લીના અવાજમાં હતી અને એ યુગલ ગીત મશહૂર થયું હતું.
Remember this when Asha Ji and Brett Lee made music together.
— Akul (𝑨𝑻10) (@Loyalsachfan10) April 12, 2026
An era doesn’t end it echoes forever.
Thank you for the timeless melodies #AshaBhosle ji.
Om Shanti 🙏 pic.twitter.com/mZY57TFDKM
આ ડયૂએટ 2006ની આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ વખતે બન્યું હતું. બ્રેટ લીનું `સિક્સ ઍન્ડ આઉટ' નામનું બૅન્ડ છે અને એના દ્વારા આ સૉન્ગ બનાવાયું હતું.
આ ગીત પશ્ચિમ દેશના એક યુવાન પર આધારિત હતું. વીડિયો ક્લિપમાં એ ગીતમાં બ્રેટ લી (Brett Lee) જોવા મળે છે. તે એક ભારતીય યુવતીને પ્રભાવિત કરવાની કોશિશમાં હોય છે અને એ સૉન્ગમાં આશા ભોસલેએ બ્રેટ લીના સલાહકારની ભૂમિકા ભજવી હતી. યુવતીને કેવી રીતે ઇમ્પ્રેસ કરવી એની શીખ આશા ભોસલે હિન્દીમાં બ્રેટ લીને આપી રહ્યા એવું એ ગીતમાં બતાવાયું હતું. બ્રેટ લી પોતે બહુ સારો ગિટારિસ્ટ છે અને આ સૉન્ગમાં તેણે ગિટારની મદદથી અંગ્રેજી તથા હિન્દી ભાષાના શબ્દોવાળું ગીત ગાયું હતું.
સચિન તેન્ડુલકરના ક્રિકેટ પર્ફોર્મન્સથી આશા ભોસલે ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ સચિનને `ક્રિકેટના સૌથી મોટા કલાકાર' તરીકે ઓળખાવતા હતા.