Fri Sep 04 2026

Logo

વિરાટ કોહલી-અનુષ્કાએ કેમ છોડ્યું ભારત? માધુરી દીક્ષિતના પતિએ ખોલ્યું સિક્રેટ!

2026-09-02 16:06:00
Author: Mumbai Samachar Team
વિરાટ કોહલી-અનુષ્કાએ કેમ છોડ્યું ભારત? માધુરી દીક્ષિતના પતિએ ખોલ્યું સિક્રેટ!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર પતિ વિરાટ કોહલી પોતાના સંતાનો સાથે લંડન શિફ્ટ થઈ રહ્યા છે. અચાનક દંપતિએ લીધેલા આ નિર્ણયની ફેન્સ ચર્ચા કરી રહ્યા છે.આવું બન્નેએ શા માટે પગલું ભર્યું એ અંગે ડૉ.શ્રીરામ નેનેએ કારણ સ્પષ્ટ કર્યું છે. ડાન્સિંગ ક્વિન એક્ટ્રેસ માધુરી દીક્ષિત પણ પોતાના પરિવાર સાથે લંડનમાં જ રહે છે. વિરાટ અને અનુષ્કાએ લંડનમાં પોતાનું ઘર લઈ લીધુ છે. ભારતના મીડિયાથી દૂર અને લોકોની નજરથી દૂર લંડનમાં તેઓ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા છે. ગત વર્ષે માધુરીના પતિ ડૉ. નેનેએ અનુષ્કા સાથે થયેલી વાતચીતને યાદ કરતા જણાવ્યું હતું કે, આ કપલ મીડિયાની નજરથી દૂર પોતાના બાળકોને ઉછેરવા માગે છે. વમિકા અને અકાય સાથે ટાઈમસ્પાન કરવા માગે છે. 

જીવનમાં દખલગીરી જેવું લાગે
એક પોડકાસ્ટમાં શ્રીરામ નેનેએ જણાવ્યું હતું કે,મારા મનમાં એના માટે ખૂબ જ સન્માન છે. અમે એમને ઘણીવાર મળ્યા છીએ.બન્ને ખૂબ જ સારા વ્યક્તિ છે. એક દિવસ અમારી અનુષ્કા સાથે વાતચીત થઈ હતી.તેઓ લંડન જવા અંગે વિચાર કરી રહ્યા હતા. કારણ કે તેઓ અહીંયા પોતાની સક્સેસને એન્જોય કરી શકતા નથી. અમે સમજી શકીએ છીએ કે, બન્નેને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. કારણ કે તેઓ જે કંઈ પણ કરે છે લોકોનું ધ્યાન તરત જ એના પર ફોક્સ થઈ જાય છે. હું દરેક વ્યક્તિ સાથે સરળતાથી મેચ થઈ જાવ છું અને બિન્દાસ્ત રહું છું. તેમ છતાં ઘણા પડકારો છે જીવનમાં. દરેક જગ્યાએ સેલ્ફી લેવાનો પોઈન્ટ બની જાય છે. આ કોઈ ખોટા ઈરાદે થતું કામ નથી પણ એક સમય બાદ તે એવું લાગે છે કે, કોઈ આપણા જીવનમાં દખલગીરી કરી રહ્યું છે. જ્યારે તમે લંચ કે ડીનર કરી રહ્યા હોવ ત્યારે પણ વિનમ્ર રહેવું પડે છે. મારી પત્ની માટે આ એક સમસ્યા રૂપી બની ગયું. વિરાટ અને અનુષ્કા બન્ને ખૂબ જ સારા વ્યક્તિઓ છે. તે બન્ને પોતાના સંતાનોનો ઉછેર સામાન્ય રીતે કરવા માગે છે. 

મારા જીવનની શાનદાર પળ
ડૉ. નેને આ પહેલા પણ પોતાના જીવન અંગે વાતચીત કરી ચૂક્યા છે. પોતાની વાત આગળ કરતા કહ્યું કે, હું એમ નહીં કહું કે, હું ભારતમાં વધારે ખુશ છું,પણ ત્યાં તમને પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જીવન જીવવાનો ચાન્સ મળી જાય છે.આઝાદી મળી જાય છે. પછી ઘણી એવી વસ્તુઓ હોય છે તે પોતાના પર નિર્ભર હોય છે. ભારતમાં આપણી સંસ્કૃતિ છે અને ખૂબ સારા સંબંધો ભારતમાં છે. એટલા માટે અહીંયા ઘણી વસ્તુઓ અલગ છે. હું કોઈ એક્ટ્રેસનો પતિ છું એવું અમેરિકામાં પણ ન હતું. હું આ દ્રષ્ટિકોણથી મારી તરફ જોતો પણ નથી.એ મારી પત્ની પહેલા છે અને પાર્ટનર પણ છે. અમે બન્ને એકબીજાનો ખૂબ જ ખ્યાલ રાખીએ છે. મને એના ભૂતકાળ વિશે કંઈ ખબર નથી અને મારા ભૂતકાળ વિશે એને પણ ખબર નથી.એક સમયે એવું હતું કે, અમે બન્ને અલગ અલગ દુનિયામાંથી આવ્યા હતા.પણ એક જ એવું ક્ષેત્ર હતું અમારી વચ્ચે જે સામાન્ય હતું, એ હતું મહારાષ્ટ્ર. મને બન્નેમાંથી કોઈએ એવું વિચાર્યું ન હતું કે, આવું કંઈક થશે.પણ આજે જે કંઈ છે એ શાનદાર છે અને એ મારા જીવનની શાનદાર પળ છે. 

આ એક પ્રોસેસ છે
ભારતમાં આવ્યા બાદ સૌથી મોટો પડકાર એ હતો કે, સામાન્ય લોકોની જેમ વ્યવહાર કરવો.સારી વાત એ છે કે, અમને બન્નેને સામાન્ય લાઈફ ખૂબ જ ગમે છે. ગ્લેમર કરતા અમે સામાન્ય લાઈફ જીવવાનું વધારે પસંદ કરીએ છે. પણ ભારતમાં આ એક હદ કરતા વધારે મુશ્કેલી ભર્યું છે. પણ જે કંઈ છે એના માટે અમે લોકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એ ખૂબ જ ગ્રાઉન્ડ સાથે જોડાયેલી વ્યક્તિ છે. તે પોતાના ફેન્સ સાથે અને બીજા લોકો સાથે જે વ્યવહાર કરે છે એ શ્રેષ્ઠ છે. હું પણ એવો જ છું. આપણે દૈનિક ધોરણે સારા વ્યક્તિ બનવા માટેનો પ્રયાસ કરીએ છીએ. આ એક નિત્ય ચાલતી પ્રોસેસ છે.