રાજકોટઃ રાજકોટ ડિવિઝનના રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રેલસેવાનો ઉપયોગ કરતા અન્ય પ્રવાસીઓ માટે પણ તે મદદરૂપ થઈ શકે છે. રાજકોટ ડિવિઝન હેઠળના આલિયાવાડા-જામનગર(પશ્ચિમ પરિમંડળ) 13.53 કિમી લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પરોન્જર ટ્રેનોના સંચાલનને રેલવે સુરક્ષા કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે આ નવનિર્મિત રેલવે લાઈન પર પેસેન્જર ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો થયો છે. રેલવે કમિશનર ઈ. શ્રીનિવાસ દ્વારા 7 ઓગસ્ટે આ ડબલિંગ રેલખંડનું વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા પાસાંની ચકાસણી કરવામાં આવી હતી.
રેલ ક્નેક્ટિવિટી મજબૂત થશે
રેલવે દ્વારા આપવામાં આવેલા જરૂરી સુરક્ષાના પ્રમાણપત્રો તથા રેલવે અધિનિયમ 1989ની જોગવાઈ અનુસાર જરૂરી ઔપચારિકતા સંતોષકારક જણાયા બાદ પેસેન્જર સેવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ડબલિંકથી રાજકોટથી જામનગર અને જામનગરથી કાનાલુસ રેલવે માર્ગ ડબલ લાઈન થતા ટ્રેકની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ પરિણામે આ રૂટ પર ટ્રેનનું સંચાલન કરવું સરળ બનશે. વધુ સરળ અને કાર્યક્ષમ બની રહેશે. ભવિષ્યમાં પ્રવાસીઓ અને માલગાડીઓને ટ્રાફિકની વધતી જતી માગને પહોંચી વળવામાં એક મોટી રાહત ઊભી થશે. આ કારણોસર આ ડબલિંક પ્રોજેક્ટ મહત્ત્વનો સાબિત થઈ જશે. રેલવેની વિશ્વસનીયતા અને સમયપાલનમાં પણ વધારો થશે. આ ડબલિંક પ્રોજેકટથી સૌરાષ્ટ્રના અન્ય રૂટ પર રેલવેની ક્નેક્ટિવિટીને પણ વધારે મજબૂતી મળી રહેશે. આ નિરીક્ષણ અને કમિશનિંગની કામગીરી દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તા અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગીરીરાજ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પહેલીવાર આ સ્પીડમાં ટ્રાયલ
અલિયાબાડા-જામનગર ડબલિંત રેલખંડ શરૂ થવાથી રાજકોટ-જામનગર માર્ગ પર ટ્રેનોની અવરજવર માટે વધારાની ક્ષમતા ઊભી થશે. એક જ માર્ગ પર ટ્રેનોને કોલિંગ માટે વધુ સમય રાહ જોવાનીજરૂરિયાત ઘટતાં રેલવે સંચાલન વધુ સરળ બની શકશે. ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા વધારવા માટે પણ આ ડબલિંગ મહત્વપૂર્ણ આધારરૂપ બનશે. નવનિર્મત બીજી રેલલાઇન પર પ્રથમ વખત 123 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવી છે.ઇલેક્ટ્રિક એન્જિન અને નિરીક્ષણ કાર્ય સાથે હાથ ધરાયેલો આ સ્પીડ ટ્રાયલ રન સફળ રહ્યો હતો. આ સિદ્ધિ આ માર્ગ પર ઝડપી અને સુરક્ષિત રેલવે સંચાલનની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની છે.આ મંજૂરી મુજબ નવી રેલલાઇન પર ટ્રેનોની મહત્તમ વિભાગીય ઝડપ આલિયાવાડા-હાપા રેલખંડ પર 100 કિમી પ્રતિ કલાક, જ્યારે જામનગર રેલખંડની નવી અપ અને ડાઉન મુખ્ય લાઇન પર 90 કિમી પ્રતિ કલાક નકકી કરવામાં આવી છે.