મુંબઈ: મનોરંજન જગત અને માર્શલ આર્ટ્સની દુનિયા માટે શુક્રવારનો દિવસ શોકનો સંદેશ લઈને આવ્યો છે. વિશ્વભરમાં પોતાની અનોખી એક્શન સ્કીલ અને શક્તિશાળી વ્યક્તિત્વ માટે જાણીતા અમેરિકન એક્ટર અને કોમેડિયન ચક નોરિસનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેમની વિદાયથી માત્ર હોલીવુડ જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના કલાકારો પણ દુઃખી છે. ચક નોરિસ એક એવું નામ હતું જેમણે એક્શન ફિલ્મોની વ્યાખ્યા બદલી નાખી હતી.
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ કરીને ચક નોરિસને અંજલિ આપી છે. અક્ષરે લખ્યું કે, "માર્શલ આર્ટિસ્ટ તરીકે મોટા થતી વખતે મેં ચક નોરિસને ખૂબ જોયા છે. તેમને પડદા પર જોવા એ કોઈ ડ્રેગનને એક્શનમાં જોવા જેવું હતું." અક્ષયે વધુમાં ઉમેર્યું કે નોરિસનું કામ માત્ર મનોરંજન નહોતું, પણ તે શિસ્ત અને શક્તિનો પર્યાય હતું. અક્ષયે સ્વીકાર્યું કે તેમના પોતાના ફિલ્મી પાત્રો ઘડવામાં ચક નોરિસનો ઘણો મોટો પ્રભાવ રહ્યો છે.
Growing up as a martial artist, watching Chuck Norris in Way of the Dragon, Missing in Action and many more wasn’t just entertainment…it was education. The discipline, strength, and that effortless command he brought on screen stayed with me. Grateful for the inspiration that… pic.twitter.com/thAc1t26Hm
— Akshay Kumar (@akshaykumar) March 20, 2026
1940માં અમેરિકાના ઓકલાહોમામાં જન્મેલા ચક નોરિસનો પ્રારંભિક પ્રવાસ ઘણો સંઘર્ષમય અને પ્રેરણાદાયી હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ અમેરિકન એરફોર્સમાં જોડાયા હતા. સાઉથ કોરિયામાં તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે માર્શલ આર્ટ્સ શીખવાની શરૂઆત કરી અને કરાટે, તાઈકવાન્ડો તેમજ જુડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો. 1960ના દાયકામાં કરાટે ચેમ્પિયનશિપ જીત્યા બાદ તેમણે 1972માં ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી અને રાતોરાત સ્ટાર બની ગયા.
ચક નોરિસનું કદ હોલીવુડમાં તેવું જ છે જેવું ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતનું છે. જેવી રીતે ભારતમાં રજનીકાંતના જોક્સ અને કરિશ્મા પ્રખ્યાત છે, તેવી જ રીતે અમેરિકામાં ચક નોરિસ 'મીમ્સ' અને ઈન્ટરનેટ જોક્સના અનક્રાઉન્ડ કિંગ ગણાય છે. તેમની અશક્ય લાગતી એક્શન અને કોમેડી ટાઈમિંગને કારણે તેઓ યુવા પેઢીમાં પણ એટલા જ લોકપ્રિય હતા. તેમની સ્ટાઈલ અને પડદા પરની હાજરી હંમેશા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેતી હતી.