Fri Sep 04 2026

Logo

બોલીવુડના ટોચના એક્ટરને શૂટિંગમાં જીવડું કરડી જતાં હાલત ગંભીર, કઈ રીતે બની ઘટના ?

2026-07-10 11:24:00
Author: Mayur Patel
બોલીવુડના ટોચના એક્ટરને શૂટિંગમાં જીવડું કરડી જતાં હાલત ગંભીર, કઈ રીતે બની ઘટના ?

મુંબઈઃ બોલીવુડના ટોચના એકટરને શૂટિંગમાં જીવડું કરડી જતાં હાલત ગંભીર છે. પ્રભાસની ફિલ્મના સેટ પર જીવડું કરડી જતાં એક્ટર રાજેશ શર્મા હાલ જીવન મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે. તેને પશ્ચિમ બંગાળની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના ફેંસ અને સેલેબ્સ જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.  

કઈ રીતે બની ઘટના ?

પ્રભાસની ફિલ્મ 'ફૌજી'ના શૂટિંગ દરમિયાન કોઈ ઝેરી જીવડું રાજેશ શર્માને કરડી ગયું હતું, જેના કારણે ઇન્ફેક્શન વધીને પગથી ઘૂંટણ સુધી પહોંચી ગયું હતું. આના લીધે તેની હાલત ગંભીર બની હતી.  અક્ષય કુમારે તેની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તેના જલ્દી સાજા થવાની કામના કરી છે.

 

અક્ષય કુમારે શું કરી પોસ્ટ

અક્ષય કુમારે રાજેશ શર્માની હેલ્થ વિશે માહિતી મળતા જ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે રાજેશ સાથેનો એક ફોટો શેર કર્યો, જે ફિલ્મ 'ગોલ્ડ' ના સમયનો હતો. આ શેર કરવાની સાથે જ અક્ષયે લખ્યું, મારા વહાલા મિત્રને શૂટિંગ પછી કોઈ ઝેરી જીવડાએ કરડી લીધું, જેના પછી રાજેશની હેલ્થ કન્ડિશન બગડી ગઈ અને આ જાણીને હું ચિંતિત છું. આશા છે ભગવાન મહાદેવની કૃપા બની રહે અને તે જલ્દી જ સંપૂર્ણપણે સાજો થઈ જાય.

અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં ભાવુક થતાં આગળ લખ્યું, જલ્દી સાજો થઈ જા યાર, હજી સાથે બેસીને ખૂબ હસાવવાનું છે. અક્ષયની આ પોસ્ટ સામે આવ્યા પછી ફેન્સે પણ રાજેશની હેલ્થ જલ્દી સારી થઈ જાય તેવી કામના કરી રહ્યા છે.