Fri May 01 2026

Logo

IPL 2026 વચ્ચે ચહલ વિવાદમાં: એક્ટ્રેસને 'ક્યુટ' કહ્યાનો મેસેજ વાયરલ થતા વિવાદ સર્જાયો

2026-04-14 16:40:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ એક્ટ્રેસ તાનિયા ચેટર્જી અને યુઝવેન્દ્ર ચહલની ગપશપ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ ચર્ચાએ એક નળાંક લઈ લીધો છે. એક્ટ્રેસ તાનિયાએ દાવો કર્યો હતો કે, એક વીડિયો વાયરલ થયા બાદ ચહલની PR ટીમે આ વીડિયો દૂર કરવા માટેની રીક્વેસ્ટ કરી હતી. તાનિયાએ રજૂ કરેલી એક ચેટના રિપોર્ટ અનુસાર ક્રિકેટર 2023થી તે એની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિપ્લાય કરી રહ્યા હતા.

ફરી ચહલ ચર્ચામાં
IPL 2026નો ફીવર હાઈ ટેમ્પ્રેચર પર છે, આ માહોલ વચ્ચે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી ચર્ચામાં છે. મેદાન પરના પર્ફોમન્સને કારણે નહીં પણ એક્ટ્રેસ તાનિયા સાથેના સંબંધને લઈને ફેન્સ જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. OTT સિરીઝ ગંદીબાતમાં આવી ચૂકેલી તાનિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચહલે એમને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને ક્યુટ હોવાનું કહ્યું હતું. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ શરૂ થઈ ગયો હતો. આ ચર્ચાને હવે નવી દિશા મળી રહી છે. 

એક્ટ્રેસે મેસેજ જાહેર કરતા વિવાદ
સોશિયલ મીડિયા પર તાનિયા ચેટર્જીનો એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. પાપારાઝીની સામે તેમણે કહ્યું હતું કે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે એમને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. એક્ટ્રેસે આ મેસેજ પણ જાહેર કર્યો હતો. આ વાત સામે આવતા મામલો ગરમાયો હતો. તાનિયાએ એવો દાવો કર્યો હતો કે, આ વીડિયો સામે આવ્યા બાદ યુઝવેન્દ્ર ચહલની PR ટીમે કોન્ટેક્ટ કર્યો અને વીડિયો દૂર કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તાનિયાએ ખુલાસો કર્યો હતો કે,આવું પહેલીવાર થયું નથી.

હું ચર્ચા કરવા માટે તૈયાર
ચહલ આ પહેલા પણ તાનિયાની સ્ટોરી પર રિએક્શન આપી ચૂક્યો છે. PR ટીમની વાત જ્યારે સામે આવી એ સમયે મને આશ્ચર્ય થયું કે, આવું કેમ? આ સાચું છે અને તેમણે કંઈ વાંધાજનક કે શરમજનક તો કર્યું નથી ને? એક વ્યક્તિએ માત્ર યુવતીની તરફેણમાં કરેલા વખાણ છે. આ વિષયને એક મોટો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. 
જો ચહલ ડાયરેક્ટ મારી સાથે વાતચીત કરવા માગે છે તો મારા તરફથી તો સમગ્ર મામલે વાતચીત કરવાની પૂરી સહમતી છે. તાનિયાએ ચહલ તરફથી આવેલો મેસેજ પણ શેર કર્યો હતો. ચેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ વર્ષ 2023નો મામલો છે. તાનિયાએ કહ્યું કે, શરૂઆતમાં મેં આના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. એ પછી પ્રોફાઈલ જોઈ અને જાણ્યું કે, ચહલ કોણ છે.