Fri May 01 2026

Logo

ત્રીજું વિશ્વ યુદ્ધની દહેશત: આ પાંચ દેશો પરમાણુ તબાહી પછી પણ ટકી જશે, લિસ્ટમાં ભારતનું સ્થાન જાણીને ચોંકી જશો...

2026-03-10 21:14:41
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


મિડલ ઈસ્ટમાં હાલમાં સતત વધી રહેલાં ટેન્શન અને ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે દુનિયા ફરી એકવાર ત્રીજા વિશ્વ યુદ્ધ (World War III)ના ઉંબરે ઉભી હોય તેમ લાગી રહ્યું છે. જો આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાય, તો તેનાથી થનારી પર્યાવરણીય તબાહીને 'ન્યુક્લિયર વિન્ટર' (Nuclear Winter) કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો સુરક્ષિત રહેશે અને આ દેશોમાં મેરા ભારતનો સમાવેશ થાય છે કે નહીં? ચાલો આજે તમને આ સ્ટોરીમાં એ વિશે જણાવીએ... 

ન્યુક્લિયર વિન્ટર શું છે?
ન્યુક્લિયર વિન્ટર એટલે શું એ વિશે વાત કરવાની થાય તો જ્યારે સેંકડો પરમાણુ બોમ્બ ફૂટે છે, ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો અને રાખ આકાશમાં એક જાડું પડ બનાવી દે છે, જે સૂર્યના કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. તેનાથી પૃથ્વીનું તાપમાન અચાનક ઘટી જાય છે, ખેતી નાશ પામે છે અને અબજો લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે.

કયા દેશો સૌથી સુરક્ષિત માનવામાં આવે છે?
વૈજ્ઞાનિક જર્નલ 'નેચર ફૂડ' માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, પરમાણુ યુદ્ધ પછી પણ ખોરાકની સુરક્ષા જાળવી શકે તેવા મુખ્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આઈસલેન્ડ, આર્જેન્ટિના અને ચીલીનો સમાવેશ થાય છે. હવે આ દેશો જ કેમ સુરક્ષિત છે એના વિશે થોડી વિસ્તારથી ચર્ચા પણ કરી જ લઈએ. 
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાની ભૌગોલિક સ્થિતિ અને વિશાળ ખેતીવાડીને કારણે તે ન્યુક્લિયર વિન્ટરમાં સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે.
ન્યુઝીલેન્ડ: આ દેશ પણ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હોવાથી અને પોતાની જરૂરિયાતનું અનાજ પૂરતા પ્રમાણમાં ઉગાડતો હોવાથી બચી શકે છે.
આઈસલેન્ડ: આઈસલેન્ડની અલગ ભૌગોલિક સ્થિતિ અને માછીમારી પરની નિર્ભરતા તેને સુરક્ષિત બનાવે છે.
અર્જેન્ટીના અને ચીલી: દક્ષિણ અમેરિકાના આ દેશોમાં ઘઉં અને અન્ય પાકોનું ઉત્પાદન વધુ હોવાથી તેઓ ભૂખમરાથી બચી શકે છે.

શું ભારત આ યાદીમાં સામેલ છે?
દુર્ભાગ્યવશ મોટાભાગના રિપોર્ટ્સ મુજબ ભારત આ સુરક્ષિત દેશોની યાદીમાં સામેલ નથી. તેના કારણો વિશે ચર્ચા કરવાની થાય તો ભારતની વિશાળ વસ્તીને કારણે જો સહેજ પણ ખેતીમાં નુકસાન થાય, તો મોટા પાયે ભૂખમરો ફેલાઈ શકે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, જ્યાં પરમાણુ ધુમાડાની અસર સૌથી વધુ થવાની શક્યતા છે. ભારત પોતે પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે, તેથી તે યુદ્ધમાં સીધું નિશાન બની શકે છે.

નિષ્કર્ષની વાત કરીએ જોકે આ માત્ર વૈજ્ઞાનિક અનુમાનો જ છે, તેનો કોઈ આધારભૂત પાયો નથી. પરંતુ જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય, તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો પાસે બચવાની સૌથી વધુ તક છે, એ વાતમાં બિલકુલ શંકાને સ્થાન નથી.