Mon Oct 05 2026

Logo

શેરબજાર થશે કડડભૂસ ? જાણો ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મે શું કર્યો દાવો

2026-09-10 10:22:00
Author: Mayur Patel
શેરબજાર થશે કડડભૂસ ? જાણો ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મે શું કર્યો દાવો

નવી દિલ્હીઃ હાલ ક્રૂડ ઑઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર થઈ ગયો છે, જે ટૂંક સમયમાં 120 ડૉલર સુધી પહોંચી શકે છે. ક્રૂડના ભાવમાં ઉછાળો આવતાં શેરબજારમાં મોટો કડાકો બોલી શકે છે. અમેરિકાની એક જાણીતી ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મે આ દાવો કર્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતને લઈ સમગ્ર વિશ્વમાં સંકટ છવાયેલું છે. ક્રૂઈ ઓઈલનો પુરવઠો વારંવાર ખોરવાઈ જવાના કારણે કિંમતમાં છેલ્લા બે ત્રણ દિવસમાં મોટો ઉછાલો આવ્યો છે. અમેરિકાની  જાણીતી ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ મુજબ, જો આ સ્થિતિ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો શેરબજારમાં મોટો કડાકો આવી શકે છે. મોંઘવારી વધી રહી છે અને અન્ય ખતરો પણ વધી રહ્યો છે.

ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મના જણાવ્યા પ્રમાણે, જો હોર્મુઝની ખાડીમાં ઑયલ ટેન્કર્સ પર હુમલા નહીં અટકે તો ક્રૂડની કિંમત 120 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. છેલ્લા થોડા દિવસોના ઘટનાક્રમ પર નજર કરવામાં આવે તો અહીંથી પસાર થતાં જહાજો મોટી સંખ્યામાં અટવાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝની ખાડીને લઈ મામલો હજુ પણ ફસાયેલો છે. અહીંથી વિશ્વનું 20 ટકા ઓઈલ પસાર થાય છે, જો 

ક્રૂડ મોંઘું થશે શું સંકટ આવશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતે તણાવ વધી રહ્યો છે, તે જોતાં ક્રૂડ તેલના ભાવ 100 ડૉલરને પાર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ભારત માટે આ મોટો ફટકો સાબિત થશે, કારણ કે ભારતનું આયાત બિલ વધી જશે. આના લીધે લૉજિસ્ટિક્સથી લઈને કાચા માલ સુધીના તમામ ભાવો વધશે, જેની સીધી અસર છૂટક બજાર પર પણ જોવા મળશે.

શેરબજાર પર શું અસર થશે?

જો દેશમાં મોંઘવારી વધશે તો તેની ગંભીર અસર શેરબજાર પર પણ પડશે. કંપનીઓની કમાણી ઘટશે અને તેમના શેરના ભાવ તૂટશે. શેરોમાં કડાકો બોલાતા માર્કેટ નીચે તરફ જઈ શકે છે, જેથી બજારમાં મોટા ઘટાડાની શક્યતા વધી જશે.

એપ્રિલમાં 125 ડૉલર પર પહોંચ્યું હતું ક્રૂડ ઓઈલ

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે 28 માર્ચે યુદ્ધની શરૂ થઈ હતી. ત્યારથી જ ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 30 એપ્રિલે કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 125 ડૉલરની ઉપર પહોંચી ગયો હતો અને હવે ફરી એકવાર તેલના ભાવ ઊંચકાઈ રહ્યા છે.