Wed Sep 02 2026

Logo

મમતા બેનર્જીની સંપત્તિ ઘટી! પોતાની કાર કે ઘર નથી; જાણો દીદી પાસે કેટલી સંપતી છે

2026-04-09 15:10:00
Author: Savan Zalariya
મમતા બેનર્જીની સંપત્તિ ઘટી! પોતાની કાર કે ઘર નથી; જાણો દીદી પાસે કેટલી સંપતી છે

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ રાજ્યમાં આ મહિના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી દાખલ કરી છે. ચૂંટણી પત્રક ભરવા દરમિયાન આપવામાં આવેલા સોગંદનામામાં,  મમતા બેનર્જીએ તેમની મિલકત અંગે વિષે વિગતવાર માહિતી આપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં મમતા બેનર્જીની સંપત્તિમાં ઘટાડો થયો છે. 
મમતા બેનર્જીએ ચૂંટણી પંચને આપેલી જાણકારી મુજબ, તેમની પાસે કુલ જંગમ સંપત્તિ ₹15.37 લાખ  છે. તેમણે જણાવ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની સંપતિ ₹16.72 લાખ નોંધાઈ હતી. મતલબ કે છેલ્લા પાંચ વર્ષમાં મમતા બેનર્જીએની કુલ સંપત્તિમાં ₹1.3 લાખનો ઘટાડો થયો છે.

મમતા બેનર્જીના અલગ લગ બેંક એકાઉન્ટમાં કુલ ₹12.76 લાખ જમા છે, તેમની પાસે 9.75 ગ્રામ સોનું છે, જેની કિંમત લગભગ ₹145,000 થાય છે. 

વર્ષ 2021માં મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેમની પાસે કુલ 69,255  રૂપિયા રોકડ રકમ છે, જે વર્ષ 2026માં વધીને 75,700 રૂપિયા થઇ છે.

મમતા બેનર્જી પાસે સ્થાવર સંપતી નથી:
મમતા બેનર્જીએ ચૂંટણી પંચને જણાવ્યું કે તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. મતલબ કે મમતા બેનર્જીના નામ પર કોઈ ઘર, વ્યાપારી મકાન કે ખેતીની જમીન નથી. તેમની પાસે કોઈ વાહન પણ નથી.

મમતા બેનર્જીએ દાખલ કરેલા સોગંદનામામાં કોઈ ફોજદારી કેસ કે દેવાની વિગતો જણાવી નથી.