ન્યુ યોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસનાં સામ્રાજ્યવાદી ઈરાદાઓ જાહેર થયા છે. વેનેઝુએલા બાદ હવે યુએસ ઈરાનના પેટ્રોલિયમ ભંડારો પર કબજો કરવા લશ્કરી કાર્યવાહી કરી રહ્યું છે. ટ્રમ્પ અનેક વાર ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર યુએસનો કબજો કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચુક્યા છે. એવામાં અહેવાલ છે કે ટ્રમ્પની ટીમ ગ્રીનલેન્ડમાં ગુપ્ત રીતે લોકોને ઉશ્કેરવા માટે કામગીરી કરી રહી છે.
ગત વર્ષના અંતે ડેનમાર્કના એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા ત્રણ લોકોની ગ્રીનલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સો યુએસ તરફી ગ્રીનલેન્ડિક નાગરિકોના નામ એકત્રિત કરી રહ્યા હતા. આ શખ્સો ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ટ્રમ્પની યોજનાઓને ટેકો આપતા લોકોને એક જૂથમાં જોડી રહ્યા હતાં અને તેમને અલગાવવાદી ચળવળમાં જોડાવા માટે તૈયાર કરવાની યોજના હતી. આ અહેવાલમાં આ શખ્સોના નામ આપવામાં આવ્યા ન હતાં. ડેન્માર્કના અધિકારીઓએ અમેરિકન રાજદ્વારીને સમન્સ મોકલ્યું હતું.
ત્રણેય શખ્સો ટ્રમ્પ સાથે જોડાયેલા:
હવે એક નવા અહેવાલમાં ટ્રમ્પના નજીકના આ ત્રણ સાથીઓની ઓળખ જાહેર કરવામાં આવી છે. પહેલો શખ્સ ડ્રૂ હોર્ન યુએસ આર્મીનાં ગ્રીન બેરેટ યુનિટનો સભ્ય રહી ચુક્યો છે, બીજો શખ્સ થોમસ ડેન્સ, આર્કટિક વિસ્તારમાં ટ્રમ્પનો સલાહકાર છે; અને ત્રીજો શખ્સ ક્રિસ કોક્સ, બાઈકર્સ ફોર ટ્રમ્પ નામની એક સંસ્થાના સ્થાપક છે. આ ત્રણેય શખ્સો વારંવાર ગ્રીનલેન્ડ આવતા હતાં, જેને કારણે તેઓ અધિકારીઓના રડારમાં આવ્યા હતાં.
અહેવાલ મુજબ, ત્રણેય શખ્સો ગ્રીનલેન્ડમાં યુએસ તરફી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. હોર્ન ડેટા સેન્ટર બનાવવાની યોજના બનાવી યોજના બનાવી રહ્યો હતો. ડેન્સે ટ્રમ્પના નજીકના લોકો માટે ગ્રીનલેન્ડના પ્રવાસોનું આયોજન કર્યું હતું.
કોક્સે આરોપ લગાવ્યો હતો કે ડેનમાર્ક ગ્રીનલેન્ડવાસીઓ સાથે દુર્વ્યવહાર કરવા કરી રહ્યું છે. તે કેટલાક લોકોને મિત્રો બનાવવાનો પ્રયાસ કરવા ગ્રીનલેન્ડની આસપાસ ફરતો હતો.