Wed Aug 19 2026

Logo

ફિફા વર્લ્ડકપ દરમિયાન થઈ ઉર્વશી રૌતેલા અને લેમિન યમાલની માતાની મુલાકાત, વીડિયો થયો વાઈરલ...

Glasgow   2026-08-01 20:24:12
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાના લૂકસ, ગ્લોબલ અપડેટ્સ અને ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં હાજરીને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી છે, પરંતુ થોડા અલગ કારણોસર. વાત જાણે એમ છે કે તાજેતરમાં જ ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026)ના રોમાંચક સમાપન અને ફાઇનલ મેચ દરમિયાન ઉર્વશી રૌતેલાએ ફૂટબોલ જગતના ચર્ચાસ્પદ યુવા સ્ટાર લેમિન યમાલની માતા શીલા એબાના સાથે મુલાકાત કરી હતી. આ ખાસ મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. 

મળતી માહિતી અનુસાર ફિફા વર્લ્ડકપ 2026ના સ્ટેડિયમમાં મેચ બાદની ઉજવણી અને સેલિબ્રેશન દરમિયાન ઉર્વશી રૌતેલાની મુલાકાત સ્પેનિશ ફૂટબોલ સેટર લેમિન યમાલની માતા શીલા એબાના સાથે થઈ હતી. આ મુલાકાત દરમિયાન બંનેએ એકબીજા સાથે હસી-ખુશીથી સમય વિતાવ્યો હતો. 

ઉર્વશી રૌતેલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર આ સ્પેશિયલ મોમેન્ટનો વીડિયો અને ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાના ફેન્સને આ અદ્ભુત મુલાકાત વિશે ઉત્સાહપૂર્વક જણાવતી નજરે પડે છે. અહીંયા તમારી જાણકારી માટે કે શીલાએ પોતાના દીકરા લેમિન યમાલને એક બહેતર ફૂટબોલ પ્લેયર બનાવવા માટે અથાક પરિશ્રમ અને સંઘર્ષ કર્યો છે. ફૂટબોલ લવર્સ માટે માતા-દીકરાની આ સ્ટ્રગલ સ્ટોરી ખૂબ જ ઈન્સપાયરિંગ છે. 

વૈશ્વિક મંચ પર બોલિવૂડ અભિનેત્રીની આ હાજરી અને ફૂટબોલ સ્ટારના પરિવાર સાથેના આ આત્મીય સંબંધો હાલમાં મનોરંજન તેમજ સ્પોર્ટ્સ જગતમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ આ વાયરલ પોસ્ટ પર ભારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો અને વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો. 

ઉર્વશી અને યમાલના ફેન્સને આ ક્યુટ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. ઉર્વશી અને યમાલની માતાની આ સિમ્પલ, પર્સનલ, ઉત્સાહથી ભરપૂર મુલાકાત અત્યારે સોશિયલ મીડિયા પર સેન્ટર ઓફ અટ્રેક્શન બની ગઈ છે.