Mon Oct 05 2026

Logo

વ્હાઇટ હાઉસ બહાર ધમાલ: જિનપિંગના આગમન પૂર્વે ચાઇનીઝ ફોટોગ્રાફર અને સિક્રેટ સર્વિસ વચ્ચે વિવાદ

Washington   2026-09-24 22:26:53
Author: Vimal Prajapati
વ્હાઇટ હાઉસ બહાર ધમાલ: જિનપિંગના આગમન પૂર્વે ચાઇનીઝ ફોટોગ્રાફર અને સિક્રેટ સર્વિસ વચ્ચે વિવાદ

વોશિંગ્ટન ડીસીઃ ચીનના રાષ્ટ્રપતિ અત્યારે અમેરિકાના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે કોઈ મોટી સમજૂતી થાય તેવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આવી સ્થિતિમાં વ્હાઈટ હાઉસની બહારે હંગામો થયો હોવાનું મીડિયા રિપોટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વ્હાઇટ હાઉસ બહાર ફોટોગ્રાફર વચ્ચે વિવાદ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અહીં ચીની ફોટોગ્રાફરો, વ્હાઇટ હાઉસના સ્ટાફ ફોટોગ્રાફર અને સીક્રેટ સર્વિસના જવાનો વચ્ચે આ વિવાદ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કેમેરા સેટઅપને લઈને આ તકરાર થઈ છે. 

એક દાયકા બાદ ચીની રાષ્ટ્રપતિનો આ પ્રથમ અમેરિકા પ્રવાસ 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દ્વારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆન માટે વ્હાઇટ હાઉસ ખાતે 'સ્ટેટ ડિનર'નું આયોજન કરવામાં આવ્યું છે. એક દાયકા કરતાં પણ વધુ સમય પછી ચીની રાષ્ટ્રપતિનો આ પ્રથમ અમેરિકા પ્રવાસ છે. પરંતુ આ હાઇ-પ્રોફાઇલ બેઠક શરૂ થાય તે પહેલાં જ વ્હાઇટ હાઉસની બહાર ભારે તણાવપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈને અત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

વૈશ્વિક તણાવ વચ્ચે ઐતિહાસિક મુલાકાત

શી જિનપિંગનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓ વચ્ચે ટ્રેડ વૉર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), તાઈવાન વિવાદ અને ઈરાન સંકટ જેવા ગંભીર વિષયો પર ભારે ખેંચતાણ ચાલી રહી છે. પરંતુ આ મુદ્દાઓ વચ્ચે ચાઇનીઝ ફોટોગ્રાફર્સ દ્વારા કરવામાં આવેલું કેમેરા સેટઅપને લઈને સુરક્ષા એજન્સીઓએ વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે બોલાચાલી શરૂ થઈ હતી.