Mon Oct 05 2026

Logo

ટ્રમ્પે હવે અમેરિકી નાગરિકોને કેળા ન ખાવાની સલાહ આપી, સમજાવ્યું બિઝનેસ પાછળનું ગણિત

Newyork   2026-09-18 11:53:00
Author: Mumbai Samachar Team
ટ્રમ્પે હવે અમેરિકી નાગરિકોને કેળા ન ખાવાની સલાહ આપી, સમજાવ્યું બિઝનેસ પાછળનું ગણિત

ન્યૂયોર્કઃ પોતાના અલગ અને વિચિત્ર કહી શકાય એવા નિવેદનને કારણે સતત ચર્ચામાં રહેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે વ્યાપારી નુકસાન અંગે વાત કરતા સમજાવ્યું હતું કે, જો આપણે બ્રાઝિસ પાસેથી 2 અબજ ડૉલર કેળા ખરીદીએ છીએ તો અસલમાં આપણે 2 અબજ ડૉલરનું નુકસાન કરી રહ્યા છીએ. આ માટે આપણે કેળા ખાવાનું બંધ કરી દેવું જોઈએ.  જેથી 2 અબજ ડૉલર બચી જશે. જે રીતે કોઈ દેશ, કોઈ વસ્તુનું ઉત્પાદન કરતું નથી તે રાષ્ટ્રીય સુરક્ષા માટે તેને ઔદ્યોગિક આધાર બનાવી ન શકાય. એ જ રીતે કોઈ દેશ આ પ્રકારે લાંબા સમય સુધી ટકી શકતો નથી જો તે પોતાના ભોજનનું ખુદ ઉત્પાદન ન કરી શકે. 

કેળા ખાવા પર બ્રેક મારવાની વાત
ટ્રમ્પ અમેરિકાની બીફ ઈન્ડસ્ટ્રી પર બ્રાઝિલની અસરનો સતત વિરોધ કરતા રહ્યા છે. પણ એમની જ કેટલીક પોલિસી એ જ દેશને સતત મદદ કરતી રહી છે. કારણ કે, તેઓ દેશમાં મોંઘા થયેલા મીટની કિંમતને ઓછી કરવા માગે છે. અમેરિકાના નિષ્ણાંત ફર્નાડો ઈગ્લેસિયસે કહ્યું હતું કે, આ પરિવર્તન બ્રાઝિલ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે, પણ એની પાછળ અમેરિકાનો પણ ફાયદો છે. અત્યારે અમેરિકાને બીફની પહેલા કરતા વધારે જરૂરિયાત છે. પ્રોટીનની વધતી જતી કિંમત ટ્રમ્પ સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ છે.

મીડટર્મ ચૂંટણી પહેલા બીફની કિંમત વધારે હોવાના કારણે ખાવા-પીવાની વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારો થયો છે. મોંઘવારીથી અમેરિકાની પ્રજા પણ પરેશાન છે. ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રપતિએ આ માટે પ્રયાસ અવશ્ય કર્યા હતા. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, આગામી 90 દિવસથી પણ ઓછા સમયમાં બીફના આયાત માટેની મંજૂરી આપી દેવામાં આવશે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ એવું માની રહ્યા છે કે, આવા નિવેદનથી ટ્રમ્પની મજાક થઈ રહી છે. 

ટેરીફને લઈ ટ્રમ્પનો ઈરાદો
દુનિયાના કોઈપણ વ્યાપારમાં લોકો પૈસા ચૂકવીને જ વસ્તુની ખરીદી કરતા હોય છે. આનાથી પૈસા ડૂબતા નથી પણ ઓછા તો ઓછા મળે જરૂર છે. માત્ર બ્રાઝિલ જ નહીં પણ કેનેડાને લઈને પણ તેમણે વાત કહી હતી. જો કેનેડા અને યુરોપ વચ્ચે કોઈ એવો કરાર થાય જેને યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના પગલા તરીકે જોવામાં આવે, તો યુએસ યુરોપ પર "અત્યંત કઠોર ટેરિફ" લાદી શકે છે અથવા કેટલીક ઉત્પાદન શ્રેણીઓમાં તેની સાથેનો વેપાર અટકાવી શકે છે.

કોઈપણ સંભવિત પગલાં અંગેનો નિર્ણય એ બાબત પર નિર્ભર રહેશે કે યુરોપ કયા ઈરાદા સાથે કરાર કરવા માટે આગળ વધે છે. ઈરાદા 'સારા' છે કે 'ખરાબ', તેનું મૂલ્યાંકન તેઓ કયા આધારે કરશે તે અંગે તેમણે સ્પષ્ટતા કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે જો યુરોપના ઈરાદા સારા હશે તો કોઈ સમસ્યા નહીં સર્જાય; જોકે, જો તેમને લાગશે કે આ ઉદ્દેશ્ય અમેરિકાની વિરુદ્ધ છે, તો યુરોપ પર ખૂબ ઊંચી જકાત (ટેરિફ) લાદવામાં આવી શકે છે.