Fri Apr 17 2026

Logo

હોળી પર સર્જાશે 'ત્રિગ્રહી યોગ', આ ૩ રાશિના જાતકો માટે ખુલશે નસીબના દ્વાર, થશે અઢળક ધનલાભ, જોઈ લો તમારી રાશિ છે ને?

2026-02-26 16:24:00
Author: Darshana Visaria
Article Image

2026નો માર્ચ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ રોમાંચક અને પ્રભાવશાળી સાબિત થવાનો છે. આજ મહિનામાં વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે અને એ પણ હોળી પર. આ સિવાય મહિનામાં ગ્રહોની મોટી હિલચાલ થવા જઈ રહી છે, જેને કારણે ગ્રહોની એવી યુતિ સર્જાઈ રહી છે કે જેને કારણે અનેક રાશિઓના જીવનમાં મોટું પરિવર્તન આવશે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાની શરૂઆતમાં જ મીન રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિના મિલનથી ત્રિગ્રહી યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ પાવરફૂલ અને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત હોળીના પવિત્ર તહેવાર પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. આ દુર્લભ સંયોગોને કારણે ૩ રાશિના જાતકો માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ 
માર્ચ મહિનો તમારા માટે સફળતાની નવી ઊંચાઈઓ લઈને આવશે. નવી નોકરી કે રોજગારીની ઉત્તમ તકો મળશે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રદર્શનની પ્રશંસા થશે. લાંબા સમયથી અટકી પડેલાં કામો પૂરા થશે અને સાસરા પક્ષ તરફથી આર્થિક સહયોગ મળી શકે છે. લગ્ન ઈચ્છુક જાતકો માટે વિઘ્નો દૂર થશે. વ્યવસાય અને રોકાણમાં કરેલી મહેનતનો મીઠો નફો મળશે.

તુલાઃ
ભાગ્યનો પૂરો સાથ મળવાથી તુલા રાશિના જાતકો માટે આ મહિનો 'ગોલ્ડન પિરિયડ' સાબિત થશે. હાથમાં લીધેલા દરેક કાર્યમાં સફળતા મળશે. નોકરી બદલવા ઈચ્છતા લોકો માટે સુવર્ણ તક છે. લાંબા સમયથી ફસાયેલા પૈસા પરત મળવાની પૂરી શક્યતા છે, જેનાથી આર્થિક તંગી દૂર થશે. તમારા વિરુદ્ધ કાવતરું કરનારાઓ ખુલ્લા પડશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

મીનઃ
તમારી જ રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો હોવાથી આ સમય તમારા માટે ભાગ્યોદય સમાન છે. શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા કે પ્રમોશન મળી શકે છે. આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે. નવું વાહન કે કિંમતી ઘરેણાં ખરીદવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટિએ આ સમય ઉત્તમ છે, જૂની વ્યાધિઓ કે ઈજાઓમાંથી મુક્તિ મળશે. લગ્ન માટે પણ શુભ સમાચાર મળી શકે છે.

વધુ જુઓ...