નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે I-PAC ઇડી રેડ કેસમાં પશ્ચિમ બંગાળની મમતા સરકારને ફટકાર લગાવી છે. તેમજ રાજ્ય સરકારને પૂછ્યું છે કે ઇડીના અધિકારીઓના મૌલિક અધિકારોનું શું થશે. તેમજ તમારી સરકાર કેન્દ્રમાં હોય અને અન્ય કોઇ રાજ્ય સરકાર આવું કરશે તો તમે શું થશે.
મમતા બેનર્જીએ ઇડીની અરજી પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ખંડપીઠે પૂછ્યું, કે શું ઇડી અધિકારીઓ હોવાથી તે ભારતના નાગરિક નથી રહેતા. તેમજ સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યું, કે જો મુખ્યમંત્રી ઇડી દરોડામાં અવરોધ ઉભો કરે તો શું ઇડી પોલીસનો સંપર્ક કરી શકે છે.
તપાસ અને દરોડામાં દખલ કરવાનો આરોપ મૂક્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવીને પૂછ્યું કે તમારી સરકાર કેન્દ્રમાં હોય અને અન્ય કોઇ રાજ્ય સરકાર આવું કરશે તો તમે શું થશે. ઇડીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યના અધિકારીઓ પર જાન્યુઆરીની શરૂઆતમાં મની લોન્ડરિંગ તપાસમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે કામ કરતી રાજકીય સલાહકાર કંપની, ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC)ના કાર્યાલયોમાં તપાસ અને દરોડામાં દખલ કરવાનો આરોપ મૂક્યો છે.
પશ્ચિમ બંગાળ સિવાય તમામ રાજ્યોમાં SIRનો અમલ સરળ રહ્યો
આ પૂર્વે પશ્ચિમ બંગાળમાં SIR સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, સીજેઆઈ સૂર્ય કાંતે ટિપ્પણી કરી હતી કે પશ્ચિમ બંગાળ સિવાય તમામ રાજ્યોમાં SIRનો અમલ સરળ રહ્યો છે. અન્ય રાજ્યોમાં SIR અંગે બહુ મુકદ્દમા નથી. રાજ્યના વકીલોની દલીલ છે કે તાર્કિક વિસંગતતા ફક્ત પશ્ચિમ બંગાળમાં જ લાગુ પડે છે.