મુંબઈઃ બોલિવૂડમાં અન્ના તરીકે જાણીતા કલાકાર એટલે સુનિલ શેટ્ટી, આજે એમનો જન્મદિવસ છે. 11 ઓગસ્ટના રોજ કર્ણાટકના મેંગલોરમાં જન્મેલા સુનિલ શેટ્ટીએ પોતાના ફિલ્મી કેરિયરમાં કોમેડીથી લઈને એક્શન સુધીની એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે. ખાસ કરીને પોતાના પહાડી અવાજ અને બોડી લૂકના કારણે ઈન્ડસ્ટ્રીમાં સૌના માનીતા થયેલા સુનિલ શેટ્ટીએ પોતાના પ્રાથમિક તબક્કામાં ઓછી ફી લઈને પણ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે એના જન્મદિવસ પર એની કેટલીક એવી વાત કરીએ, જે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે.

આ રીતે થઈ શરૂઆત
વર્ષ 1992માં આવેલી ફિલ્મ 'બલવાન'થી બોલિવૂડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરીને એક્શન સ્ટાર તરીકેની ઈમેજ ઊભી કરી. પહેલી ફિલ્મ ખાસ તો કોઈ કમાલ કરી શકી નહીં. પણ એક્શન સ્ટાર તરીકે સુનિલ શેટ્ટી એક પ્લેટફોર્મ મોટું આપ્યું. આ પછી વર્ષ 1994માં આવી ફિલ્મ 'મોહરા'. જેનાથી તેને એક આઈકોનિક ઓળખ મળી. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ પણ 'દિલવાલે' ફિલ્મે એક મોટી ઊંચાઈ આપી દીધી. આ ફિલ્મથી તેને બોસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે એવોર્ડ મળ્યો અને તેને પણ કામ કરવા માટેની એક અલગ દિશા મળી.

એની હિટ ફિલ્મોની યાદી બનાવીએ તો એ ખૂજ લાંબી તૈયાર થાય.પણ નવી ફિલ્મની વાત કરીએ તો તે આદિત્ય ધરની ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં તેનો અંદાજ અત્યાર સુધીની તમામ ફિલ્મ કરતા અલગ રહેવાનો છે. આ ફિલ્મનું નામ હજુ સુધી સામે આવ્યું નથી પણ પ્રોજેક્ટ સાથે એનું નામ જોડાયું હોવાના રિપોર્ટ છે.90ના દાયકામાં ફિલ્મોમાં બેસ્ટ કામ કરીને સુનીલ શેટ્ટીએ પોતાનું સ્થાન કાયમ કર્યું. આ ફિલ્મી કરિયરની સાથે આવકના બીજા સ્ત્રોત તરીકે તેમણે હોટેલ બિઝનેસમાં રોકાણ કરેલું છે.
ક્યા બિઝનેસથી આવક સુધરી
આજે એમનો ખૂબ મોટો બિઝનેસ છે. આ સાઈડ બિઝનેસમાંથી તે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.રેસ્ટોરાં અને પ્રોડક્શન હાઉસ પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટથી તેને સારી એવી આવક થઈ રહી છે. રિપોર્ટનું માનીએ તો તેઓ દર વર્ષે 100 કરોડની કમાણી કરી રહ્યા છે. એમની લાઈફસ્ટાઈલ ખૂબ જ સાદી છે પણ તેના આઉટફીટથી લઈને લૂક સુધીની દરેક વસ્તુઓમાં કિંમત લાખોની થાય છે.

સુનિલ અને તેની પત્ની માનાનું લગ્ન પહેલા આશરે આઠ વર્ષ સુધી અફેર રહ્યું હતું. માના પણ ખૂબ સારી બિઝનેસમેન છે.માના એક ખૂબ સારી ઈન્ટીરિયર ડીઝાઈનર છે. તેની પોતાની એક આર્કિટેક્ટ કંપની છે. આ સિવાય તે એક ખૂબ જાણીતી એનજીઓમાં પણ સામેલ છે.

આ ઉપરાંત એક હોમડેકોરનો બિઝનેસ છે. અને પતિના બિઝનેસમાં તે મેનેજરની પોસ્ટ પર છે. વર્ષ 1991માં બન્નેના લગ્ન થયા અને પછી આથિયા અને અહાનનો જન્મ થયો. માર્શલ આર્ટ અને કિક બોક્સિંગમાં સુનીલે બ્લેકબેલ્ટ સુધી પહોંચીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ફિલ્મોમાં આવતા પહેલા તેઓ પિતા સાથે એક રેસ્ટોરાંમાં પણ કામ કરી ચૂક્યા છે.

આ કિસ્સાની ભાગ્યે જ ખબર હશે
એક કિસ્સો એવો પણ છે કે, જ્યારે સ્ટ્રગલ પિરિયડ હતો એ સમયે પિતા એક રેસ્ટોરામાં કામ કરતા અને સુનિલ મુંબઈમાં આવી શુટિંગ કરતા. આગળ જતા મોટી સફળતા મળી અને સારા પૈસા પણ મળ્યા. નામ અને દામ બન્ને મળતા અન્ય ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચાર્યું. આ પ્લસ અને માઈનસ વચ્ચે જ્યારે તેઓ આર્થિક રીતે સદ્ધર થયા ત્યારે જે રેસ્ટોરાંમાં પિતા કામ કરતા હતા એ જ આખું રેસ્ટોરાં સુનિલે ખરીદી લીધું.

પિતાનો પુરૂષાર્થ અહીંયાથી અટક્યો અને સુનિલના સ્ટાર કદાચ અહીંયાથી જ ફિલ્મ સિવાયના ક્ષેત્રમાં ચમક્યા. અન્ય એક કિસ્સો એવો પણ છે કે, પત્ની માનાએ પોતાના પરિવારની ઈચ્છા ન હોવા છતા સુનિલનો જીવનભર સાથ આપવા માટેનું પગલું ભર્યું. માના અલગ ધર્મને ફોલો કરતી હતી અને પરિવાર આ માટે જ લગ્નેને લઈને રાજી ન હતો. પણ સુનિલે સહમતી દર્શાવી, અડગ રહ્યા. આમ માના અને સુનિલ કાયમ માટે એક સંબંધનમાં બંધાયા. આથિયા અને અહાન બન્ને ફિલ્મ ક્ષેત્રે સક્રિયા છે. ખાસ કરીને તેઓ કેટલીક એવી ફિલ્મો કરે છે જે કરંટ કોઈ ટ્રેન્ડ સાથે ન હોય છતાં સફળ થવાની પૂરી શક્યતાઓ હોય. હેપ્પી બર્થ ડે સુનિલ શેટ્ટી.