Mon Oct 05 2026

Logo

ઓક્ટોબરમાં રિલીઝ થશે સાઉથની 10 ધમાકેદાર ફિલ્મઃ 'જેલર 2'થી લઈને 'રાણાબલી' સુધીની યાદી જુઓ

2026-09-29 16:01:27
Author: Mumbai Samachar Team
ઓક્ટોબરમાં રિલીઝ થશે સાઉથની 10 ધમાકેદાર ફિલ્મઃ 'જેલર 2'થી લઈને 'રાણાબલી' સુધીની યાદી જુઓ

મુંબઈઃ સાઉથની ફિલ્મોની સ્ટોરી પરથી સૌથી વધુ હિન્દી ફિલ્મો બની રહી છે ત્યારે આગામી મહિના દરમિયાન સાઉથની ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવશે. સાઉથ ફિલ્મોના ચાહકો માટે ઓક્ટોબર મહિનો ઘણો રસપ્રદ રહેશે. આવતા મહિને થિયેટરમાં સાઉથની ઢગલાબંધ મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં રજનીકાંતની મચ અવેટેડ ફિલ્મ પણ સામેલ છે. તો આવો જાણીએ જેને તમે ઓક્ટોબર મહિનામાં જોઈ શકશો. 

'જેલર 2' 

નેલ્સન દિલીપકુમાર નિર્દેશિત અને રજનીકાંત સ્ટારર તમિલ એક્શન ડ્રામા ફિલ્મ 'જેલર 2'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં એસજે સૂર્યા, વિદ્યા બાલન, સૂરજ વેંજરામુડુ, મિથુન ચક્રવર્તી, યોગી બાબુ, રામ્યા કૃષ્નન, મોહનલાલ, શિવ રાજકુમાર વિજય સેતુપતિ અને રિતિક રોશન મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે સિનેમાઘરોમાં જોવા મળશે. 

બત્થા

'બત્થા' ફિલ્મમાં વિજય સેતુપતિ અને લિજોમોલ જોસ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું બાલાજી થારનીથરન દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું છે. આ તમિલ એક્શન ડ્રામા ફિલ્મ 1 ઓક્ટોબરે રિલીઝ થશે. 'બત્થા' ની કહાની 1986 ના મદ્રાસની છે અને આ આઠ વર્ષના એક ડરપોક છોજરની કહાની છે, જે ભૂલથી તે વિસ્તારના સૌથી ખતરનાક ગુંડા 'બત્થા'ને સ્કૂલના ટોઇલેટની અંદર બંધ કરી દે છે. 

બેલ 

'બેલ' પવન વાડેયાર નિર્દેશિત કન્નડ એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં શિવ રાજકુમાર, સાંજના આનંદ, દીક્ષિત શેટ્ટી, ગોપાલકૃષ્ણ દેશપાંડે, સાઈ કુમાર અને જયરામે મહત્વના પાત્ર ભજવ્યા છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2026 એ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

'ડોન્ટ ટ્રબલ ધ ટ્રબલ' 

આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ફહદ ફાસીલ, સારા પાલેકર, સૌરભ સચદેવા અને મહેશ માંજરેકર મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શશાંક યેલેટી નિર્દેશિત આ ફિલ્મ તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે અને આ એક ફેન્ટસી ફિલ્મ છે. 

'આદર્શ કુટુંબમ હાઉસ નંબર 47- AK 47'

વેંકટેશ દગ્ગુબાતી, શ્રીનિધિ શેટ્ટી, નારા રોહિત, નિવેથા પેથુરાજ, યુવીના, રાજ પ્રજ્વલ અને રાવ રમેશ સ્ટારર 'આદર્શ કુટુંબમ હાઉસ નંબર 47- AK 47' ફિલ્મ 9 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ત્રિવિક્રમ શ્રીનિવાસે કર્યું છે અને આ એક તેલુગુ એક્શન કોમેડી ફિલ્મ છે. 

સિગ્મા 

જેસન સંજય નિર્દેશિત 'સિગ્મા' એક એક્શન એડવેન્ચર ફિલ્મ છે. આ તમિલ ફિલ્મમાં સંદીપ કિશન, ફારીયા અબ્દુલ્લા, સંપત રાજ, શિવ પંડિત, રાજુ સુન્દરમ અને યોગ જાપીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે. 

ઇત્તલુ અર્જુન 

મહેશ ઉપ્પલા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ડ્રામા 'ઇત્તલુ અર્જુન' વર્ષની મચ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં અનસ્વરા રાજન, અનીશ, વેનેલા કિશોર, મુકેશ ઋષિ અને કલૈયારાસન હરિકૃષ્ણનએ મહત્વના પાત્ર ભજવ્યા છે. આ તેલુગુ ફિલ્મ 30 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

ઈરંડુ વાનમ

'ઈરંડુ વાનમ' એક આદર્શવાદી યુવતી અને એક સ્વચ્છંદી યુવકની કહાની છે, જેમાં અલગ અલગ સ્વભાવ એક જબરદસ્ત રોમાન્સમાં પરિવર્તિત થઈ જાય છે. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને મમિતા બૈઝુએ મુખ્ય પાત્ર ભજવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રામ કુમાર દ્વારા થયું છે. આ ફિલ્મ 23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

રાણાબલી 

આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા, રશ્મિકા મંદાના અને આર્નોલ્ડ વોસલુ મહત્વના રોલમાં જોવા મળશે, લગ્ન બાદ પહેલીવાર વિજય અને રશ્મિકા એકસાથે આ પિરિયડ એક્શન ડ્રામામાં જોવા મળશે. મચ અવેટેડ તેલુગુ ફિલ્મ 16 ઓક્ટોબર 2026ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

કલ્ટ 

વિશ્વક સેન નિર્દેશિત આ ફિલ્મમાં વિશ્વક સેને જ લીડ રોલ પ્લે કર્યો છે. અન્ય કલાકારોમાં ગાયત્રી ભારદ્વાજ, મુરલી શર્મા, શ્રીકાંત આયંગર, તારક પોનપ્પા અને યજ્ઞ તુરલાપતી સામેલ છે. આ તેલુગુની સ્લેશર થ્રિલર 30 ઓક્ટોબર 2026 એ રિલીઝ થશે.