Sat May 02 2026

Logo

દક્ષિણ કોરિયાનાં શેર માર્કેટમાં 10%નો મોટો કડાકો, આટલા બિલિયન ડોલરનું ધોવાણ

Seoul   2026-03-04 13:04:00
Author: Savan Zalariya
Article Image

સિઓલ: પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધની વિશ્વભરના સ્ટોક માર્કેટ પર પડી રહી છે. બુધવારે શરૂઆતના કારોબારમાં દક્ષિણ કોરિયાના શેરબજારમાં તોતિંગ ગાબડું નોંધાયું હતું. કોરિયાના શેર બજારમાં 10% થી વધુનો ઘટાડો નોંધાયો.

અહેવાલ મુજબ 0320 GMTએ દક્ષિણ કોરિયાનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ KOSPI 592.78 પોઈન્ટ(10.23%) ના ઘટાડા સાથે 5,199.13 પર પહોંચ્યો હતો. જો બજાર આ ઘટાડા સાથે જ બંધ થાય તો કોસ્પીમાં ઓક્ટોબર 2008 પછીનો આ સૌથી મોટો દૈનિક ઘટાડો હશે. ઓગસ્ટ 2024 પછી પહેલી વાર સર્કિટ બ્રેકર્સ ટ્રિગર થયા છે.

$430 બિલિયન ધોવાઈ ગયા:
દક્ષિણ કોરિયાના શેરબજારમાં  કુલ 925 ટ્રેડેડ ઇશ્યૂમાંથી, ફક્ત 16 શેરમાં વધારો નોંધાયો, જ્યારે 908 શેરમાં ઘટાડો નોંધાયો. ચિપ બનાવતી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના શેર 9.7% અને એસકે હાયનિક્સના શેરમાં 7.2%નો ઘટાડો નોંધાયો, જયારે હ્યુન્ડાઇ મોટરના શેરમાં તોતિંગ 131%નો ઘટાડો નોંધાયો.

આ અઠવાડિયામાં દક્ષિણ કોરિયાના શેર માર્કેટના રોકાણકારોના $430 બિલિયન ધોવાઈ ગયા છે. દક્ષીણ કોરિયાનું વોન ચલણ 17 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે.

ગયા વર્ષ દરમિયાન દક્ષિણ કોરિયાનું બજારની કાદ બે ગણું થઇ ગયું હતું, હવે યુદ્ધને કારણે અચાનક તીવ્ર વળાંક આવ્યો છે.

આ કારણે મોટો ઘટાડો:
ઇઝરાયલ અને યુએસના હુમલા બાદ ઈરાન પણ વળતા હુમલા કરી રહ્યું છે, જેમાં કટલીક ઓઈલ રીફાઈનરીઓ અને પેટ્રોલિયમ સ્ટોરેજને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો છે.

દક્ષિણ કોરિયા પેટ્રોલિયમ અને તેની પેદાશો માટે લગભગ સંપૂર્ણપણે આયાત પર આધાર રાખે છે, એમાં પણ દક્ષિણ કોરિયા લગભગ 70% પેટ્રોલિયમ મધ્ય પૂર્વમાંથી આયાત કરે છે, યુદ્ધને જેને કારણે દક્ષીણ કોરિયાની પેટ્રોલિયમ આયાતને મોટો ફટકો પડ્યો છે.

રૂપિયો ઐતિહાસિક નીચાલા સ્તરે:
બુધવારે ભારતીય રૂપિયોયુએસ ડોલર સામે ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો હતો. યુએસ ડોલર સામે રૂપિયો 92ની સપાટી વટાવી ગયો. સવારે 10:40 વાગ્યે ડોલર સામે રૂપિયો 92.17 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.