Mon Oct 05 2026

Logo

સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું હારની સમીક્ષાના બદલે ચૂંટણી પંચ પર આરોપ

2026-09-29 18:05:40
Author: Chandrakant Kanoja
સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું હારની સમીક્ષાના બદલે ચૂંટણી પંચ પર આરોપ

નવી દિલ્હી: દેશમાં ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. આ દરમિયાન  કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને છેતરપિંડી ગણાવી હતી.જોકે, બીજી તરફ ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા  છે. તેમજ કહ્યું કે કર્ણાટક, પંજાબ અને હિમાચલમાં ચૂંટણી પંચ યોગ્ય છે. જ્યારે બાકીના રાજયોમાં ગડબડ છે. કોંગ્રેસ હારની સમીક્ષા કરવાના બદલે ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહી છે. 

હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરલમ અને કર્ણાટક પર સવાલ કેમ નહિ 

સ્મૃતિ ઈરાનીએ સવાલ ઉઠાવ્યો કે હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરલમ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભાજપ સત્તા પર નથી. તો શું કોંગ્રેસ ત્યાં પણ ચૂંટણી પંચની કામગીરી પર સવાલ કેમ નથી ઉઠાવી રહી. 

કોંગ્રેસ કેમ મતદાર યાદીમાં મૃત વ્યક્તિઓના નામ જાળવી રાખવા માંગે છે 

કોંગ્રેસે SIR પર તાત્કાલિક રોક લગાવવાની અને દૂર કરવામાં આવેલા 13.30 કરોડ મતદારોના નામો ફરી જોડવાની માંગ કરી હતી. જે અંગે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને સવાલ કર્યો હતો. કોંગ્રેસ શા માટે મતદાર યાદીમાં એવા નામો જાળવી રાખવાની માંગ કરી રહી છે જે મૃત વ્યક્તિઓના છે અથવા જે બે વાર નોંધાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે SIR પ્રક્રિયા હેઠળ નોટિસ મેળવનાર વ્યક્તિઓ માટે, ઘરે જઈને દસ્તાવેજો એકત્રિત કરવામાં આવશે અને વ્યક્તિગત ચકાસણી કરવામાં આવશે.

લાહોર અધિવેશનનો ઉલ્લેખ કરીને વળતો પ્રહાર કર્યો

સ્મૃતિ ઈરાનીએ  કોંગ્રેસ પક્ષના લાહોર અધિવેશનનો ઉલ્લેખ કરીને વળતો પ્રહાર કર્યો. તેમણે એલન ઓક્ટાવિયન હ્યુમ અને બ્રિટિશ શાસન સાથે જોડાયેલી ઐતિહાસિક હકીકતો ટાંકીને કોંગ્રેસને નિશાન બનાવી હતી.