સંકલન: સ્મૃતિ શાહ મહેતા
સાઇનસ: દુ:ખાવાનાં સ્થાન
સાઇનસ 90 ટકા વાઇરલ ઇન્ફેક્શનના કારણે થતું હોય છે. આથી આ બીમારી દવા વિના પોતાની રીતે જ મટી શકે છે, પરંતુ 10 ટકા વાઇરલમાંથી બેક્ટેરિયલ થવાની સંભાવના રહેલી છે.
સાઇનસનાં લક્ષણ
*નાક તથા નાકની આજુબાજુના ગાલ પર તથા નેણની આજુબાજુમાં દુ:ખાવો થવો અને ત્યાં અડવાથી વધારે દુ:ખાવો થવો.
* ઘાટું, પીળું, લીલું, ઘેરું, જાડું પ્રવાહી નાકમાંથી પડે.
*નાક પર સોજો આવવો, રૂંધાઈ જવું, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી.
*સૂંઘવાની તથા સ્વાદની ક્ષમતા ઓછી થવી.
*જડબું, દાંત અને કાનમાં દુ:ખાવો થવો.
*ઉધરસ આવવી તથા ગળામાં દુ:ખાવો થવો.
*શરીરમાં થાકનો અનુભવ થવો.
* મોંમાંથી વાસ અને ઉબકા આવે.
સાવધાની
*સાઈનસની વ્યાધિ દસ દિવસથી વધારે લાંબું ચાલે અને જો સારું થઈ ગયા પછી તરત જ થાય ત્યારે.
કારણ
*બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનના કારણે.
* એલર્જીના કારણે.
* ઠંડા વાતાવરણની અસરને કારણે.
*નાક-કાનમાં ઈજા થવાથી, તેમાં કાંઈ ખોટ હોવાથી.
આહાર
*શક્ય હોય તો એકથી બે ઉપવાસ કરવા.
* વિટામિન સીવાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવો. જેમ કે, મોસંબી, નારંગી, ટામેટાં વગેરે.
*સૂંઠ, મરી, લાલ મરચું, આદું તથા સૂરણ આહારમાં ખાસ લેવાં.
* કાચાં શાકભાજી તથા અનાનસ લેવાં.
* ઉકાળેલું સૂંઠવાળું પ્રવાહી વધુ માત્રામાં લેવું.
ઉપાય
* પાણીમાં નીલગિરિના તેલનાં થોડાં ટીપાં નાખી નાસ લેવો. આ રીતે દિવસમાં 2-3 વાર કરવું. નેતિ ક્રિયા કરવી.
* એક ગ્લાસ પાણીમાં બે ચમચી મીઠું નાખી થોડું ગરમ કરવું અને તે પાણી એક નસકોરામાં ધીમે ધીમે રેડવું અને તે બીજા નસકોરામાંથી નીકળી જાય તેવી રીતે માથું ત્રાંસું રાખવું. આ ક્રિયા દિવસમાં બે-ત્રણ વાર કરવી.
*1 ચમચી લાલ મરચું અને 2 ચમચી મધ દિવસમાં 3-4 વાર લેવું.
* 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી વિનેગર તથા 1 ચમચી મધ નાખી દિવસમાં 3 વાર પીવું.
*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મેથી નાખી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું અને હૂંફાળું થાય ત્યારે ધીરે-ધીરે પીવું. આમ દિવસમાં 3 વાર કરવું.
* 1 ગ્લાસ પાણીમાં 10 ગ્રામ આદુંના ટુકડા નાખી ઉકાળવું. ત્યારબાદ નીચે ઉતારી તેમાં 2 ચમચી મધ નાખી ધીરે-ધીરે પીવું. દિવસમાં 3 વાર આ પ્રક્રિયા કરવી.
* 1 ચમચી સરસવના દાણા 1 ગ્લાસ પાણીમાં નાખી, અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ઠંડું કરી ગાળી લેવું અને તેના 3-4 ટીપાં બંને નસકોરામાં નાખવાં.
* જે વસ્તુની એલર્જી હોય, તે વસ્તુનો ત્યાગ કરવો.
* બને ત્યાં સુધી નીચેની વસ્તુનો ત્યાગ કરવો.
મેંદો, ગળ્યા પદાર્થો, ખાંડયુક્ત જ્યૂસ, સોડા, અથાણાં, ધૂમ્રપાન, નશીલા પદાર્થ વગેરે...