મુંબઈઃ નીમ કરોલી બાબાના જીવન આધારિત હનુમાન અંશ ફિલ્મની સફળતા પછી વધુ એક ધાર્મિક ફિલ્મની સ્ટોરી ટ્રેક પર છે. ભગવાન શ્રીકૃષ્ણ અને પૌરાણિક કથાઓ પર આધારિત પવિત્ર ગ્રંથ શ્રીમદ્ભાગવત હવે મોટા પડદે એક ભવ્ય સિનેમેટિક અંદાજમાં રજૂ થવા જઈ રહ્યો છે. ભારતની પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક પરંપરાથી જોડાયેલી શ્રીમદ્ભાગવત હવે મોટા પડદે એક જુદા જ અંદાજમાં જોવા મળશે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટના આ પવિત્ર ગ્રંથ પર આધારિત એક વિશાળ લાઈવ-એક્શન ફિલ્મ ફ્રેન્ચાઇઝીની જાહેરાત થઈ છે.
ખાસ વાત એ છે કે મેકર્સ સમગ્ર કથાને એક બોલીવુડ ફિલ્મમાં સમાવિષ્ટ કરવાની જગ્યાએ સાત અલગ અલગ ફિલ્મો દ્વારા દર્શકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. આ સાત ભાગોવાળી સિરીઝની શરૂઆત 'શ્રીમદભાગવત પાર્ટ એક વિષ્ણુરત'થી થશે.
મેકર્સે ફિલ્મનું પ્રથમ ટીઝર પોસ્ટર પણ જાહેર કરી દીધું છે. આ સાથે જ આ મહત્વકાંક્ષી સિનેમાની સફરની શરૂઆત થઈ ચુકી છે. ફિલ્મને દુનિયાભરના સિનેમાઘરોમાં 2027માં રિલીઝ કરવાની યોજના છે અને તેને પ્રીમિયમ લાર્જ ફોર્મેટમાં પણ બતાવવામાં આવશે.
'વિષ્ણુરત'થી થશે કહાની
ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મનું નામ 'વિષ્ણુરત' રાખવામાં આવ્યું છે. આ નામ ભગવાન વિષ્ણુનું સંરક્ષણ પ્રાપ્ત કરવાવાળા વ્યક્તિના અર્થને દર્શાવે છે. ફિલ્મનું શીર્ષક જ આ વાતનો સંકેત આપે છે કે કહાની ભારતીય આધ્યાત્મિક પરંપરા અને ભગવાન વિષ્ણુથી જોડાયેલા આખ્યાનો તરફ લઇ જશે. મેકર્સે હાલમાં કહાનીના વિસ્તૃત ભાગને સામે રાખ્યો નથી.
જોકે, સાત ફિલ્મોની જાહેરાતથી એટલું સ્પષ્ટ છે કે દર્શકોને શ્રીમદભાગવતની કથાનો વિસ્તૃત સિનેમેટિક અનુભવ આપવાની તૈયારી છે. અલગ અલગ અધ્યાયોને પૂરતો સમય અને સ્પેસ આપવાના કારણે દિગ્દર્શક તેના પાત્રો, ઘટનાઓ અને આધ્યાત્મિક પ્રસંગોને વિસ્તારથી બતાવી શકશે.
સાત અધ્યાયોની સફર
શ્રીમદભાગવતની કથા અત્યંત વિસ્તૃત માનવામાં આવે છે. એવામાં તેને ફક્ત એક ફિલ્મમા પ્રસ્તુત કરવાની જગ્યાએ સાત ભાગોમાં વહેંચવાનો નિર્ણય તેને એક લાંબી સિનેમેટિક સફરમાં તબદીલ કરે છે. 'વિષ્ણુરત' આ સફરનો પહેલો પડાવ હશે અને આગળ આવનારી ફિલ્મો આ મહાગાથાને અલગ અલગ ચરણોમાં આગળ વધારશે.
આ ફ્રેન્ચાઇઝી દ્વારા મેકર્સનો ઉદેશ્ય ફક્ત પૌરાણિક ઘટનાઓને પડદા પર ઉતારવું નહીં, પરંતુ એક એવો સિનેમેટિક વિશ્વ તૈયાર કરવાનું છે, જેમાં કહાનીને મોટા સ્તરે વિકસિત કરી શકાય, આવનારા સમયમાં દરેક પરતથી જોડાયેલી કહાની અને પાત્રોને લઈને વધારે જાણકારી સામે આવવાની આશા છે.
કોણ સંભાળશે કમાન
આ ભવ્ય પ્રોજેક્ટની કમાન આકાશ સાગર ચોપરા અને અમૃત સાગર ચોપરાના હાથમાં છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ લાંબા સમયથી ભારતીય પૌરાણિક અને ધાર્મિક કથાઓને દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. જો કે ફિલ્મની કાસ્ટની જાણકારી જાહેર કરવામાં આવી નથી. રિલીઝની ચોક્કસ તારીખ અને પ્રોડક્શનથી જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ પણ હાલમાં પડદા પાછળ રાખવામાં આવી છે. આવનારા સમયમાં મેકર્સ 'વિષ્ણુરત'ને લઈને વધુ જાહેરાતો કરી શકે છે.
આ ફિલ્મના પ્રથમ પોસ્ટર સાથે શરૂ થયેલી જાહેરાતે પૌરાણિક ફિલ્મોમાં રુચિ ધરાવતા દર્શકો વચ્ચે ઉત્સુકતા વધારી દીધી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 'વિષ્ણુરત' શ્રીમદભાગવતની વિશાળ દુનિયાને કેવી રીતે પડદા પર ઉતારે છે અને સાત ફિલ્મોની આ સફર કેવી રીતે નવું ઉદાહરણ પૂરું પાડે છે.