નવી દિલ્હી: ભાજપના પૂર્વ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ 'રાઈઝ એન્ડ ફોલ' શોમાં જતા પહેલા સ્વરા ભાસ્કરની ટીકા કરી હતી, જેમાં અભિનેત્રી પર ટિપ્પણી કરીને કહ્યું હતું કે સ્વરાને બીજા લોકોની વચ્ચે રહીને સસ્તી પબ્લિસિટી કમાવવાની રીત પસંદ છે. ટીઆરપી માટે સસ્તી પબ્લિસિટી માટે જૌહર સીનને બદનામ કરે છે.
વિરેન્દ્ર સહેવાગના રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં રાજકારણ અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ એકસાથે જોવા મળી રહી છે. આ શોમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ ભાગ લીધો હતો. બહાર એકબીજા સામે ખુલ્લેઆમ નિવેદનો આપનાર આ બંને સેલિબ્રિટીઝ વચ્ચે શોની અંદર પણ ભારે તણાવ અને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. બંને વચ્ચેના સંબંધોમાં 36નો આંકડા જેવી સ્થિતિ પ્રવર્તે છે અને તેઓ કોઈ પણ મુદ્દે એકબીજા સામે બોલવાની તક છોડતા નથી.
આ વિવાદનું મુખ્ય કારણ ભૂતકાળમાં સ્વરા ભાસ્કર દ્વારા આપવામાં આવેલું એક વિવાદાસ્પદ નિવેદન છે, જે ‘જૌહર’ પ્રથા સાથે જોડાયેલું હતું. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે શહજાદ પૂનાવાલાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્વરાના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તે સમયની ઐતિહાસિક પરિસ્થિતિઓ અને આજના સમયની સરખામણી કરવી બિલકુલ યોગ્ય નથી.
શહજાદ પૂનાવાલા ઇતિહાસના સંદર્ભને સમજાવતા જણાવ્યું કે ચિત્તોડના સમયમાં મહિલાઓ પોતાની આબરૂ અને સન્માનની રક્ષા માટે સ્વેચ્છાએ જૌહર કરતી હતી. તે સમયે કોઈ કાળે દુશ્મનોથી બચવા માટે આ એકમાત્ર આકરું પગલું હતું. તેમણે ઉમેર્યું કે આજના સમયની કાનૂની વ્યવસ્થા, પોલીસ અને ન્યાયપાલિકા સાથે તે સમયની પરિસ્થિતિઓની સરખામણી કરવી એ તે વીરાંગનાઓના સાહસ અને બલિદાનનું અપમાન કરવા સમાન છે.
શો શરૂ થયા અગાઉથી જ આ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું આવ્યું છે. સ્વરા ભાસ્કરના જૂના વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો અને તેમની સ્પષ્ટતાથી પણ લોકો સંતુષ્ટ થયા નહોતા. હવે જ્યારે બંને એક જ રિયાલિટી શોની છત નીચે સાથે છે, ત્યારે દર્શકોની નજર એ વાત પર છે કે તેઓ શો દરમિયાન પોતાની વચ્ચેના આ મતભેદોને કેવી રીતે હેન્ડલ કરે છે.