Mon Oct 05 2026

Logo

મીન રાશિમાં શનિ વક્રી! 92 દિવસ સુધી આ ચાર રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન...

2026-09-12 18:10:00
Author: Darshana Visaria
મીન રાશિમાં શનિ વક્રી! 92 દિવસ સુધી આ ચાર રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન...

Gemini Generated Image


જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા અને કર્મના કારક ગણાતા શનિદેવ હાલમાં મીન રાશિમાં વક્રી (ઉલટી ચાલ) અવસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, શનિદેવ 11મી ડિસેમ્બર, 2026 સુધી આ જ વક્રી સ્થિતિમાં બિરાજમાન રહેશે. શનિની આ ઉલટી ચાલ સામાન્ય રીતે કઠોર માનવામાં આવે છે, પરંતુ કેટલીક ચોક્કસ રાશિઓ માટે આ સમયગાળો અત્યંત ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ આપનારો સાબિત થશે. શનિ વક્રી થવાના કારણે ખાસ કરીને ચાર રાશિઓના જાતકોને કારકિર્દીમાં નવી તકો, પ્રમોશન, અટકેલાં નાણાંની વાપસી અને જૂના રોકાણોમાંથી ઉત્તમ નફો મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

કર્ક:

કર્ક રાશિના જાતકો માટે શનિની ઉલટી ચાલ કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે અથવા જોબ સ્વિચ કરવાનું વિચારી રહ્યા છે તેમને મોટી કંપનીમાંથી આકર્ષક ઓફર મળી શકે છે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પાછા આવશે. જૂના પ્રોજેક્ટ્સ અને સંપર્કો દ્વારા મોટો આર્થિક લાભ થશે.

વૃષભ:

વૃષભ રાશિના લોકોને ભૂતકાળમાં કરેલી કઠોર મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનો સમય આવી ગયો છે. કાર્યસ્થળ પર તમારી જૂની કામગીરીની પ્રશંસા થશે અને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના સારા સમાચાર મળી શકે છે. વેપારમાં નાણાકીય સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે.

મિથુન:

મિથુન રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મોટી રાહત મળશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થવાથી માન-સન્માન વધશે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી સારો આર્થિક નફો મળશે. પ્રોપર્ટી કે નાણાકીય આયોજનમાં સકારાત્મક બદલાવ આવશે, જેનાથી ભવિષ્ય સુરક્ષિત બનશે.

કન્યા:

કન્યા રાશિ માટે આ સમયગાળો વર્ષોથી અધૂરા રહેલાં કામોને પૂર્ણ કરવાનો રહેશે. અટકેલા કાનૂની કે વ્યાવસાયિક સોદાઓ ધીમે-ધીમે ગતિ પકડશે. જૂના ક્લાયન્ટ્સ અને બિઝનેસ પાર્ટનર્સ ફરી સક્રિય થઈને નવો મોટો ઓર્ડર આપી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે.