Sun Sep 06 2026

Logo

પાકિસ્તાનમાં બનેલા સૌંદર્ય પ્રસાધનો વેચવા બદલ ત્રણ દુકાનદાર સામે ગુનો

2026-03-30 20:17:36
Author: Yogesh D. Patel
પાકિસ્તાનમાં બનેલા સૌંદર્ય પ્રસાધનો વેચવા બદલ ત્રણ દુકાનદાર સામે ગુનો

છત્રપતિ સંભાજીનગર: પાકિસ્તાનમાં બનેલા સૌંદર્ય પ્રસાધનો વેચવા બદલ છત્રપતિ સંભાજીનગર ખાતે ત્રણ દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણેય દુકાનદારની ઓળખ મોહંમદ અબરાર (26), અંકુર અગ્રવાલ (35) અને જુમન ખાન (48) તરીકે થઇ હોઇ તેમની વિરુદ્ધ રવિવારે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

સિટી ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મોહંમદ અબરાર, અગ્રવાલ અને ખાનની માલિકીની દુકાનમાંથી અમે સાબુ સહિત 28 વસ્તુઓ જપ્ત કરી હતી. કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પદાધિકારીઓએ આ બાબતની જાણ પોલીસને કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

વધુ જુઓ...