હાલમાં સોશિયલ મીડિયા પર નિતેશ તિવારીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ રામાયણનું ટીઝર લોસ એન્જલસમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રણબીર કપૂર અને ડાયરેક્ટર નિતેશ તિવારી પોતે હાજર રહ્યા હતા. હવે ફેન્સ ફિલ્મ રામાયણનું ટીઝર જોયા બાદ ફિલ્મને લઈને રિવ્યૂ અને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ આપી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફિલ્મ રામાયણની રણબીર કપૂરના ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
ફિલ્મના મેકર્સે ભારતમાં આ ટીઝર લોન્ચ કરવા માટે બીજી એપ્રિલ એટલે કે હનુમાન જયંતિનો દિવસ પસંદ કર્યો છે, કારણ કે તે દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીની 'હનુમાન જયંતિ' છે. લોસ એન્જલસમાં ટીઝર જોયા બાદ પ્રેક્ષકો ભાવુક થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સની પ્રશંસા કરી રહ્યા છે.
ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ખુદ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ભગવાન રામ સદીઓથી વિશ્વભરના અબજો લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. ભગવાન રામ એ ધર્મ, કરુણા, સાહસ અને ક્ષમાના પ્રતીક સમાન છે. હિંદુ શાસ્ત્રોમાં તો તેમને 'મર્યાદા પુરુષોત્તમ' તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે એક આદર્શ પુરુષ.
Superstar Ranbir Kapoor talking about Prabhu Shree Rama in Los Angeles, Usa during Ramayana Glimpse Screening Event pic.twitter.com/jHmKlHJ9jq
— The Ramayana 🏹 (@RamayanaSaga) March 30, 2026
ફિલ્મનું ટીઝર જોયા બાદ સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે ભગવાન રામ જ્યારે હોડીમાં બેઠા હોય છે અને તેમનું નામ પોકારતાં તેઓ ધીમેથી પાછળ જુએ છે, તે સીન જોઈને હું અત્યંત ભાવુક થઈ ગયો હતો. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ માત્ર કોઈ વાર્તાનું પુનરાવર્તન નથી, પરંતુ એક એવી દુનિયાનું નિર્માણ છે જ્યાં પૌરાણિક કથાઓ જીવંત અને અત્યંત વિશાળ ભાસે છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ અને રિલીઝ વિશે વાત કરીએ તો નિતેશ તિવારીની આ 'રામાયણ' બે ભાગમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ જેવા કલાકારો જજોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ આ જ વર્ષે દિવાળી પર થિયેટરમાં રીલિઝ થવા જઈ રહ્યો છે.