મુંબઈઃ રામ ચરણની ફિલ્મ પેડ્ડી અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ચાર જૂને રિલીઝ થયેલી ફિલ્મ પેડ્ડીએ સારો એવો વેપાર પણ કર્યો છે. આ ફિલ્મે તો પહેલા જ દિવસે બોક્સ ઓફિસ કર ધૂમ મચાવીને કરોડો રૂપિયા છાપી લીધા હતાં. લોકોએ સારો રિવ્યૂ આપ્યો તેના કારણે આ વીકેન્ડ પણ ફિલ્મ માટે સારો રહ્યો છે. આ અઠવાડિયામાં પેડ્ડીને કોઈ ફિલ્મ ટક્કર આપી શકી નથી. ચાલો વિગતે જોઈએ...

'પેદ્દી' ફિલ્મે ચોથા દિવસે 31.90 કરોડ રૂપિયાનો વેપાર કર્યો
આંકડાની વાત કરવામાં આવે તો રામ ચરણની ફિલ્મ પેદ્દીએ પ્રીવ્યૂમાં જ 18.50 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો હતો. તે પછી રિલીઝ થયાના પહેલા જ દિવસે અધધ 51 કરોડ રૂપિયા સાથે જોરદાર ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસની વાત કરવામાં આવે તો, 26.90 કરોડનો વેપાર કર્યો હતો. ગત રવિવારે એટલે કે વીકેન્ડમાં 31.90 કરોડ રૂપિયાની બંપર કમાણી પેદ્દી ફિલ્મે કરી છે. આ સાથે ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન રૂપિયા 157.15 કરોડ પર પહોંચી ગયું છે, અને ઈન્ડિયા ગ્રોસ કલેક્શન 187.02 કરોડ રૂપિયા થઈ ગયું છે.

'પેદ્દી' ફિલ્મે દુનિયાભરમાં 233.02 કરોડ રૂપિયાનો વેપાર કર્યો
વૈશ્વિક કમાણીના આંકડાની વાત કરવામાં આવે તો, દુનિયાભરમાં આ ફિલ્મે 233.02 કરોડ રૂપિયાનો વેપાર કરી લીદો છે. 'પેદ્દી' ફિલ્મે ચોથા દિવસે 31.90 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. 'પેદ્દી' એ 2026 ની ભારતીય તેલુગુ-ભાષાની સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ છે. સુકુમાર રાઈટિંગ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં જાહ્નવી કપૂર, શિવ રાજકુમાર, જગપતિ બાબુ, દિવ્યમાન ઈરાની સાથે મુખ્ય ભૂમિકામાં રામ ચરણ છે.