Fri Apr 24 2026

Logo

રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ કેજરીવાલ અને ભગવંત માને કહ્યું, ભાજપે પંજાબીઓ સાથે દગો કર્યો

2026-04-24 18:28:39
Author: Chandrakant Kanojia
Article Image

નવી  દિલ્હી: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના રાજીનામાં બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભાગવત માને પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું હતું કે, ભાજપે ફરી એક વાર પંજાબીઓ સાથે દગો કર્યો છે. જ્યારે પંજાબના સીએમ ભાગવત માને  કહ્યું કે પાર્ટી પક્ષ સર્વોચ્ચ છે.સંગઠન સર્વોચ્ચ છે. તેમજ વ્યક્તિ સર્વોચ્ચ નથી. ભાજપ જે પક્ષો સાથે ગઠબંધન કરે  છે તે જ નાબૂદ કરે છે. પંજાબના લોકો મને પૂરા દિલથી ટેકો આપે છે. જોકે, ભાજપને પંજાબના વિકાસ સાથે સમસ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ X પર જાહેરાત કરી 

ઉલ્લેખનીય છે કે, રાધવ રાઘવ ચઢ્ઢાએ X પર  લખ્યું હતું કે, આજે, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને  રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશથી વધુ સાંસદો ભાજપમાં ભળી ગયા છે. સાત સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરાયેલ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. તેમજ  અન્ય બે સાંસદો સાથે મેં વ્યક્તિગત રીતે સહી કરેલા  દસ્તાવેજો સોંપ્યા હતા. 

ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો 

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને તેઓ ખોટી પાર્ટીમાં હતા

હવે પાર્ટીમાં ગુંગળામણ અનુભવી રહ્યો છું 

તેમણે કહ્યું હતું કે આ પાર્ટી બનાવવાનો જે ઉદ્દેશ હતો તે પૂર્ણ થયો નથી. તેમજ ક્હ્યું કે આમ આદમી પાર્ટીથી દૂર થઇ રહ્યો છું અને સામાન્ય લોકો તરફ આગળ વધી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે પાર્ટીમાં ગુંગળામણ   અનુભવી રહ્યો છું. કારણ કે તેનું વર્તમાન સ્વરૂપ હવે તેના સ્થાપિત  સિદ્ધાંતો સાથે સુસંગત નથી.