અંબાણી પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયરસ લાઈફસ્ટાઈલ માટે લાઈમલાઈટમાં આવતો હોય છે. હાલમાં અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ ફરી એકવાર પોતાની મોંઘીદાટ અને દુર્લભ ઘડિયાળને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી તેની આ ઘડિયાળની કિંમત અને ડિઝાઈન જાણીને સૌ કોઈ દંગ રહી ગયા છે. ચાલો જોઈએ કરોડો રૂપિયાની કિંમતની આ ઘડિયાળની ખાસિયતો વિશે...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં રાધિકા મર્ચન્ટના કાંડા પર જોવા મળેલી આ લક્ઝરી ઘડિયાળ રિચર્ડ મિલ બ્રાન્ડની છે. આ ઘડિયાળનું મોડેલ RM 75-01 ફ્લાઈંગ ટૂરબિલન સફાયર છે. વાત કરીએ આ ઘડિયાળની ખાસિયત વિશે તો આ ઘડિયાળની ડિઝાઈન મહાસાગરોની ક્રિસ્ટલીન ગોથિક આર્કિટેક્ચર પર આધારિત છે. રાધિકા પાસે આ મોડેલનું લાઈલક પિંક સફાયર (Lilac Pink Sapphire) વર્ઝન છે.
ઘડિયાળની કિંમત 21 કરોડ રૂપિયા હોવાનો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. હવે તમને થશે કે ભાઈસાબ 21 કરોડ રૂપિયાની ઘડિયાળ તે કંઈ હોતી હશે? તો તમારી જાણકારી માટે કે રાધિકાના હાથમાં જોવા મળેલી આ ઘડિયાળ લિમિટેડ એડિશન છે. દુનિયાભરમાં આ ઘડિયાળના માત્ર 10 જ પીસ ઉપલબ્ધ છે, જે તેની વિશિષ્ટતા દર્શાવે છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઘડિયાળનું કેસ તૈયાર કરવામાં જ 40 દિવસ જેટલો સમય લાગે છે. તેને મશીનિંગ કરવામાં 1000 કલાકથી વધુ સમય લાગે છે અને સતત 40 દિવસ સુધી તેને ઘસાવી કરીને તેને આકાર આપવામાં આવે છે. આ દુર્લભ ઘડિયાળની કિંમત આશરે 2.26 મિલિયન ડોલર છે, જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરીએ તો તે અંદાજે 21 કરોડ 39 લાખ રૂપિયા થાય છે.
રાધિકા મર્ચન્ટ જેટલી મોંઘી કિંમતની ઘડિયાળ પહેરીને આઈપીએલ મેચ જોવા માટે પહોંચી હતી એટલી કિંમતમાં આઈપીએલના અનેક ખેલાડીઓ ખરીદી શકાય છે કે પછી રોલ્સ રોયસ જેવી લક્ઝુરિયસ કાર્સ ખરીદી શકાય એમ છે.