કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ દમદાર પ્રચાર કરી રહી છે. આ વખતે કોઈ પણ કાળે ભાજપને બંગાળ જીતવું છે. જેના માટે ભાજપના અનેક રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર કરવા માટે મેદાન ઉતર્યાં છે. પીએમ મોદી પણ અત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે વહેલી સવારે તેઓ કોલકાતમાં ગંગા નદીના કિનારે પહોંચ્યા હતાં. આ દરમિયાન પીએમ મોદીએ નાવિકો અને સામાન્ય લોકો સાથે વાત પણ કરી હતી. આ મુલાકાત અંગે પીએ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી પણ આપી છે.
કોલકાતમાં ગંગા નદીના કિનારે પહોંચ્યા પીએમ મોદી
એક્સ તસવીરો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, દરેક બંગાળી માટે, ગંગા ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. કોઈ કહી શકે છે કે ગંગા બંગાળના આત્મામાંથી વહે છે. તેના દિવ્ય જળ સમગ્ર સભ્યતાની શાશ્વત ભાવનાને વહન કરે છે. આજે સવારે કોલકાતામાં, મેં હુગલી નદીના કિનારે થોડો સમય વિતાવ્યો, જે મા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક હતી. નાવિકોને મળવાની પણ તક મળી, જેમનો મહેનતુ સ્વભાવ પ્રશંસનીય છે અને સવારે ફરવા જનારા લોકો સાથે પણ મુલાકાત થઈ હતી.
কলকাতা থেকে আরও কিছু মুহূর্ত। হুগলি নদীতে সত্যিই এক অনবদ্য সকাল। pic.twitter.com/ATKK0Ko47R
— Narendra Modi (@narendramodi) April 24, 2026
વધુંમાં પીએ મોદીએ લખ્યું કે, ‘હુગલી પર, પશ્ચિમ બંગાળના વિકાસ અને મહાન બંગાળી લોકોની સમૃદ્ધિ માટે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે’. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યાં હતાં. એક્સ પર જે ફોટો શેર કરવામાં આવ્યાં તેમાં પીએમ મોદીના હાથમાં કેમેરો છે અને તેઓ તસવીરો લઈ રહ્યાં છે. બંગાળની ચૂંટણી જીતવા માટે આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરી રહ્યાં છે.