Thu Sep 03 2026

Logo

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને આડે હાથે લીધી, કહ્યું  CAA નો ઝડપી અમલ કરાશે

2026-04-11 22:45:13
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને આડે હાથે લીધી, કહ્યું  CAA નો ઝડપી અમલ કરાશે

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી મુદ્દે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે.જ્યારે પશ્ચિમ બંગાળમાં વિવિધ રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CAAનો ઝડપી અમલ,UCC રજૂ કરવા અને ઘુસણખોરો સામે કાર્યવાહી કરવાનો વાયદો કર્યો હતો. તેમણે રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ પર તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર અને હિંસાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપ પશ્ચિમ બંગાળમાં  UCC લાગુ કરવા  કટિબદ્ધ

પીએમ મોદીએ મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું કે ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ" નો અંત લાવવા માટે UCC લાગુ કરશે અને "રાજ્યમાં બંગાળીઓને લઘુમતી  નહીં બનવા દે.  તેમણે ચૂંટણીને રાજ્યની ઓળખ અને ભવિષ્યના રક્ષણ માટેની લડાઈ તરીકે વર્ણવી હતી. પીએમ મોદીએ કહ્યું, દેશની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં તુષ્ટિકરણની રાજનીતિનો કાયમ માટે અંત લાવવા માટે UCC લાગુ કરવા માટે કટિબદ્ધ છે.

ટીએમસી ઘુસણખોરોના મતોથી સરકાર બનાવવા માંગે છે

પીએમ મોદીએ કહ્યું હતું કે,  તૃણમૂલ કોંગ્રેસ "મા-માટી-માનુષ" ના નારા સાથે સત્તામાં આવી હતી. પરંતુ હવે તે ઘુસણખોરોના મતોથી સરકાર બનાવવા માંગે છે. પશ્ચિમ બંગાળ હવે તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિને સહન કરશે નહીં. અમે બંગાળીઓને રાજ્યમાં લઘુમતી નહિ બનવા દઈએ.