Tue Jun 09 2026

Logo

પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોનીને આપી 'Melodi' ચોકલેટ! પાર્લે કંપનીએ આપ્યું અદભુત રિએક્શન, ઈન્ટરનેટ પર વાઈરલ થઈ પોસ્ટ...

2026-05-20 14:57:43
Author: Darshana Visaria
Article Image

ઈન્ટરનેશનલ ડિપ્લોમસી (રાજદ્વારી સંબંધો) ની દુનિયામાં ઘણીવાર કંઈક એવું બને છે જે સોશિયલ મીડિયા પર સુપરહિટ ટ્રેન્ડ બની જાય છે. આવો જ એક મજેદાર કિસ્સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન સામે આવ્યો છે. પીએમ મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) વચ્ચેની મિત્રતા અને 'મેલોડી' (Melodi) મીમ્સથી તો આખી દુનિયા વાકેફ છે, પણ આ વખતે પીએમ મોદીએ પોતે આ ટ્રેન્ડને એક આગવો અને મીઠો વળાંક આપ્યો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો જોવા મળે છે કે તાજેતરમાં ઈટાલીની ઓફિશિયલ વિઝીટ પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીનાં પીએમ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ મેલોનીને ભારતની પ્રખ્યાત 'પાર્લે મેલોડી' (Parle Melodi) ચોકલેટ ગિફ્ટ કરતા જોવા મળી રહ્યા છે. ફોટોના કેપ્શનમાં પીએમ મોદીએ હળવા અંદાજમાં લખ્યું— "મેલોડી ઈતની ચોકલેટી ક્યૂં હૈ? ઇટાલીમાં પણ આ સવાલનો જવાબ મળી ગયો!"

પીએમ મોદીની આ પોસ્ટ મિનિટોમાં જ ઇન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ હતી. ફેન્સ પીએમ મોદીજીનો આ અંદાજ જોઈને આફરીન પોકારી ગયા છે. અત્યાર સુધી નેટીઝન્સ બંને નેતાઓના નામને જોડીને 'Melodi' હેશટેગ સાથે મીમ્સ બનાવતા હતા, પણ જ્યારે દેશના વડા પ્રધાને પોતે આ મીમ કલ્ચરને ઓફિશિયલ ગિફ્ટમાં બદલી નાખ્યું, ત્યારે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ અને લાઈક્સનું પૂર આવી ગયું હતું. 

જોકે, પીએમ મોદીએ ઈટાલીનાં પીએમ મેલોનીને આપેલી સ્પેશિયલ ગિફ્ટ ગ્લોબલ ટ્રેન્ડ બની ગયી હતી. હવે ભારતીય એફએમસીજી (FMCG) દિગ્ગજ કંપની 'પાર્લે પ્રોડક્ટ્સ' પણ આ ચર્ચામાં કૂદી પડી છે. પાર્લે કંપનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પીએમ મોદીનો આ ફોટો રી-શેર કરીને અદભુત કેપ્શનમાં લખ્યું હતું કે જ્યારે ગ્લોબલ ડિપ્લોમસી પણ એટલી જ ચોકલેટી બની જાય! વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આ અદભુત ક્ષણ માટે તમારો આભાર. હવે આખી દુનિયા જાણે છે કે મેલોડી ઇતની ચોકલેટી ક્યૂ હૈ! 

પાર્લે કંપનીના આ સ્માર્ટ અને ફાસ્ટ રિએક્શને બિઝનેસ વર્લ્ડ અને માર્કેટિંગ ગુરુઓનું પણ ધ્યાન ખેંચ્યું છે. પીએમ મોદીની આ અપીલ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટે ભારતીય પ્રોડક્ટને વૈશ્વિક સ્તરે એક નવો જ હાઈપ આપી દીધો છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Parle-G (@officialparleg)