Tue Apr 21 2026

Logo

પશ્ચિમ બંગાળ પીએમ નરેન્દ્ર મોદીજીએ માણી હતી જે 'ઝાલમુડી'ની મજા, હવે આ રીતે ઘરે જ બનાવો...

2026-04-20 17:56:13
Author: Darshana Visaria
Article Image

હાલમાં જ આપણા લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતો. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ મોદીજીનો કોલકાતાની પ્રખ્યાત 'ઝાલમુડી' ખાતો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ તીખી, ચટપટી અને સરસવના તેલની સુગંધ ધરાવતી વાનગી વડાપ્રધાન મોદીજીને ખૂબ જ પસંદ છે. પણ શું તમને ખબર છે કે તમે આ ઝાલમુડી ઘરે પણ બનાવી શકો છો. ચાલો તમને આ વિશે જણાવીએ... 

કોલકાતાના રસ્તા પર મળતી આ ઝાલમૂડીએ એક બેસ્ટ સ્ટ્રીટ ફૂડ છે. સ્વાદમાં જો આ ઝાલમુડી એકદમ લાજવાબ છે જ પણ એની સાથે સાથે તેને બનાવી ખૂબ જ સરળ છે અને તે પૌષ્ટિક પણ છે. ચાલો આજે તચમને જણાવીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની ફેવરેટ આ ઝાલમુડી તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો-

⦁    ઘરે ઝાલમુડી બનાવવા માટે સૌથી પહેલા તાજા અને કરકરા મમરા (મુરમુરે) લો. જો મમરામાં ભેજ હોય તો હળવા શેકી લેવા જેથી તે ક્રંચી રહે. 
⦁    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા બટાકાના ટુકડા, કાકડી અને તાજા ધાણા ઉમેરો. 
⦁    ઝાલમુડીનો સ્વાદ વધારવા માટે શેકેલી સીંગ અને બાફેલા કાળા ચણા પણ મિક્સ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લો. 
⦁    હવે તેમાં શેકેલું જીરું, આખા ધાણા અને સૂકા લાલ મરચામાંથી બનાવેલો 'ભાજા મસાલો' ભભરાવો. આ જ એ મસાલો છે કે જે તમારી ઝાલમુડીને કોલકાતાની ગલીઓ જેવો અસલી સ્વાદ આપે છે.
⦁    હવે તમે ઝાલમુડીમાં એક ચમચી કાચું સરસવનું તેલ અથવા કેરીના અથાણાનું તેલ નાખો. 
⦁    તીખાશ અને ગળપણ માટે તમે કેમાં ઝીણા સમારેલાં લીલા મરચાં, લીંબુનો રસ અને તાજા નારિયેળના નાના ટુકડા ઉમેરો. 
⦁    છેલ્લે આ ઝાલમુડીમાં પુષ્કળ પ્રમાણમાં ચનાજોર અને અન્ય ફરસાણ નાખીને બધું ઝડપથી મિક્સ કરો અને તરત જ સર્વ કરો. 
⦁    બસ તૈયાર છે તમારી ઝાલમુડી અને ઝડપથી સર્વ કરો ઝડપથી, જેથી મમરા નરમ ના પડી જાય. 

અન્ય સ્ટ્રીટ ફૂડની સરખામણીએ આ ઝાલમુડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૈષ્ટિતક પણ હોય છે. તમે પણ આજે જ ચોક્કસ ઘરે ટ્રાય કરજો પીએમ મોદીજીની ફેવરેટ ઝાલમુડી...