Mon Oct 05 2026

Logo

પાકિસ્તાની બોલરે વડા પ્રધાન શેહબાઝ શરીફની ભત્રીજી વિશે ટિપ્પણી કરી એટલે...

Lahore   2026-03-28 22:27:33
Author: Ajay Motiwala
પાકિસ્તાની બોલરે વડા પ્રધાન શેહબાઝ શરીફની ભત્રીજી વિશે ટિપ્પણી કરી એટલે...

લાહોરઃ પાકિસ્તાનના પેસ બોલર નસીમ શાહે (Naseem Shah) તાજેતરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી અને વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર શેહબાઝ શરીફની ભત્રીજી મરયમ નવાઝ વિશે તાજેતરમાં એક ટિપ્પણી કરી એ બદલ નસીમ શાહ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb) ખફા છે અને નસીબ વિરુદ્ધ પગલાં ભરશે એવી સંભાવના છે.

મરયમ નવાઝ (Maryam Nawaz) પંજાબ પ્રાન્તની મુખ્ય પ્રધાન છે. નસીમ શાહે એક્સ પરના પોતાના અકાઉન્ટ પરની એક પોસ્ટમાં એક મુદ્દા સંબંધમાં મરયમ નવાઝ વિશે એવી કમેન્ટ કરી હતી કે `તે જાણે લૉર્ડ્સની મહારાણી હોય એવી તેની સરભરા શું કામ કરો છો?'

X/CricketCentrl

નસીમ શાહનું એક્સ અકાઉન્ટ હૅક થઈ ગયું હોવાનો પણ અહેવાલ આવ્યો હતો. જોકે પીસીબીએ હાલમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમી રહેલા નસીમને કારણદર્શક નોટિસ મોકલી છે. નસીમને પીસીબી બોલાવશે અને બધી વાતે ચોખવટ માગશે.

નસીમ શાહ પીએસએલની નવી ટીમ રાવલપિંડી પિન્ડીઝ નામની ટીમમાં છે.