Wed Aug 19 2026

Logo

પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયેએ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

2026-08-07 21:32:02
Author: Chandrakant Kanoja
Article Image

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયેએ  શુક્રવારે સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ત્રણેય રાષ્ટ્રોમાંથી કોઈપણ એક રાષ્ટ્ર પર હુમલો થશે તો ત્રણેય પર હુમલો માનવામાં આવશે.

ત્રણે રાષ્ટ્રના વડાએ મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

જેમાં  પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને મક્કાના અલ-સફા પેલેસ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર હસ્તાક્ષર કર્યા હતા. 

તમામ પાસાઓને વધારવાની પણ જોગવાઈ

આ કરારનો હેતુ કોઈપણ હુમલા સામે સામૂહિક સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. તેમજ  ત્રણેય રાષ્ટ્રોમાંથી કોઈ  એક પર પણ સશસ્ત્ર હુમલો ત્રણેય રાષ્ટ્રો પર હુમલો માનવામાં આવશે. નિવેદનમાં ઉમેર્યું છે કે કરારમાં ત્રણેય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના તમામ પાસાઓને વધારવાની પણ જોગવાઈ છે. 

સંઘર્ષ લાલ સમુદ્ર અને બાબ અલ-મંડાબ સ્ટ્રેટ સુધી પહોંચ્યો 

આ કરાર એવા સમયે થયો છે  જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લાલ સમુદ્ર અને બાબ અલ-મંડાબ સ્ટ્રેટ સહિત અનેક મોરચે ફેલાયો છે. જેના કારણે ગલ્ફ રાષ્ટ્રો પ્રાદેશિક સુરક્ષા સંકલનને મજબૂત બનાવવા માટે ચિંતીત થયા છે.