Thu Jun 18 2026

Logo

કરે કોઈ ભરે કોઈ: હોર્મુઝ સ્ટ્રેટમાં પાકિસ્તાની જહાજને 'નો-એન્ટ્રી', ઈરાને અમેરિકા-પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો

Karanchi   2026-03-25 16:36:00
Author: Mumbai Samachar Team
Article Image

કરાચીઃ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અંતિમ તબક્કામાં છે, જ્યારે આ યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરવાના અહેવાલ વચ્ચે ઇસ્લામાબાદ પ્રશાસનને સૌથી મોટો ફટકો પડ્યો છે. શાંતિદૂત બનવાના મનસૂબા ધરાવનાર પાકિસ્તાન જનારા જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મંજૂરી મળી નથી. બીજી બાજુ યુદ્ધના મોરચે લડનારા પાકિસ્તાનને મોટો ભાઈ બનાવીને મધ્યસ્થી સપના સેવી રહ્યું છે ત્યારે અમેરિકા સાથે પાકિસ્તાનને મોટી લપડાક મળી હોવાનું કહી શકાય.

વાત જાણે એમ બની છે કે પાકિસ્તાનના કંટેનર જહાજને ઉદાસ મોઢે પાછા ફરવાનો વારો આવ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે હવે અનેક ઈસ્લામિક દેશને માઠા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાન અમેરિકા અને ઈરાન સાથે સમજૂતી બેઠકનું આયોજન કરવાનું વિચારી રહ્યો છે. બેફામ ભાવ વધારાના માહોલમાં પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો છે, જેની આર્થિક અસર થઈ શકે છે. 

ત્રણ-ત્રણ વાર થઈ ગઈ ફોન પર વાતચીત
પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ ફોન પર ત્રણ ત્રણ વાર ઈરાનના નેતા તથા ઉચ્ચ અધિકારી સાથે પોતાના જહાજને લઈને વાતચીત કરી છે. હાલાત એવા છે કે, અમેરિકાના ઈશારે મિડલઈસ્ટની જાણે સ્ક્રિપ્ટ લખાઈ રહી હોય. ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો માર્યો છે. કરાંચી બાજુ આવી રહેલા જહાજ સેલનને હોર્મુઝની ખાડીમાં અટકાવી દેવામાં આવ્યું છે, જેન કારણે હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. હોર્મુઝમાંથી પસાર થવાની કોઈ મંજૂરી ન મળતા સેલન જહાજને પાછા વળવું પડ્યું છે. ઈરાનના અધિકારઓએ કહ્યું કે, સેલનને હોર્મુઝ પાર કરવાની મંજૂરી આપવામાં ન આવી હોવાથી તે પાછું વળ્યું છે. 

યુએઈ મોકલી દેવામાં આવ્યું
કાબુલમાં આવેલા ઈરાની દૂતાવાસના એક રિપોર્ટ અનુસાર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના નેવી સૈન્યએ પાકિસ્તાન જઈ રહેલા શિપને પરત યુએઈ મોકલી દીધું છે. સેલન એક નાનું ફિડર કંટેનર જહાજ છે, જેનું નિર્માણ વર્ષ 2000માં કરવામાં આવ્યું હતું. આ જહાજમાં કુલ 6850 ટન જેટલો સામાન લઈ જઈ શકાય છે. રિપોર્ટ અનુસાર આ કંટેનર જહાજમાં શારજહાં પાસેથી સામાન લોડ કરવામાં આવ્યો હતો. એ પછી જહાજ ઓમાનના રસ્તેથી હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું. એ પછી IRGCએ જહાજને ચેતવણી આપી હતી. એ પછી જહાજે પોતાનો રૂટ બદલી નાંખ્યો હતો. 

ક્યા પ્રકારનો સામાન હતો એની વિગત નહીં
આ જહાજમાં ક્યા પ્રકારનો સામાન ભરવામાં આવ્યો હતો એ અંગે કોઈ પ્રકારની વિગત સામે આવી નથી. હોર્મુઝમાંથી પાકિસ્તાનના અનેક જહાજને પસાર થવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. માત્ર એક જહાજ અંગેની જાણકારી સામે આવી હતી. હવે સેલન નામના કંટેનરને પાછું મોકલી દેવામાં આવ્યું છે. આવું એવા સમયે થયું જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીને લઈને કોઈ મોટું આયોજન કરી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં પાકિસ્તાનના મોટા અધિકારીઓ તથા નેતાઓએ ઈરાનના મોટા અધિકારીઓ સાથે ત્રણ ત્રણ વખત ફોન પર વાતચીત કરી છે. 

પ્રધાનમંત્રીએ કરી વાતચીત 
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસજ પજેશકિયન સાથે વાતચીત કરી છે. આમ છતાં પાકિસ્તાનના જહાજને હોર્મુઝ ક્રિકમાં અટકાવી દેવામાં આવ્યા છે. ચર્ચા એવી થઈ રહી છે કે, ઈસ્લામિક દેશ હોવા છતા પાકિસ્તાન ઈરાનને સમજાવવામાં સફળ રહ્યું નથી. આના કારણે હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર માઠી અસર પણ થઈ શકે છે.