Sat May 02 2026

Logo

લશ્કર એ તોએબાના આતંકીને પહેલગાંવ હુમલા પર ગર્વ, પાકિસ્તાન ફરી ઉઘાડું પડ્યું

2026-04-10 18:11:20
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ જમ્મું કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાને લઈને હવે આતંકી સંગઠન લશ્કર એ તોએબાએ મોટું નિવેદન આપ્યું છે. લશ્કર એ તેએબાના આતંકીએ ફરી એકવાર એ વાત સ્વીકારી છે કે, પહેલગાંવમાં થયેલા હુમલા પાછળ લશ્કર એ તોએબાનો હાથ હતો.ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતને લઈને પણ મોટી વાત કહી છે. પાકિસ્તાનમાં વિકસેલા આતંકી સંગઠન લશ્કર એ તોએબા એ પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાને ઈરાન-અમેરિકા વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થા સાથે જોડી દીધો છે. 

આતંકીએ કર્યો મોટો બફાટ
લશ્કર એ તેએબાના ટોપના કમાન્ડર અબુ મુસા કાશ્મીરીએ કહ્યું હતું કે, બાયન ઉલ મરસૂસ બાદ પાકિસ્તાનને વિશ્વ નેતાની ભૂમિકા મળી છે. બયાન ઉલ મરસૂસની શરૂઆત કાશ્મીરમાંથી થઈ છે. પહલગાંવ અંગે કંઈ યાદ ન હોય તો યાદ કરી લો. આ ખોટું હતું કે, સાચું? આની પુષ્ટભૂમિ શું હતું એ હું નહીં કહું.પણ પહેલગાંવ અને પછી સિદૂરના માધ્યમથી પાકિસ્તાન પર હુમલો થયો અને એના જવાબમાં બયાન ઉલ મરસૂસ, આનાથી પાકિસ્તાન 50 વર્ષ આગળ વધી ગયો છે. શહીદોના લોહી એ પછી પાકિસ્તાનીઓના હોય કે કાશ્મીરીઓના એનાથી એક ઊંડો પ્રભાવ પડ્યો છે. 

પાકિસ્તાન ફરી વૈશ્વિક સ્તરે ઉઘાડું પડ્યું
અમેરિકાના ટોપ લીડર્સ શાંતિ વાર્તા માટે પાકિસ્તાનના મહાનગર ઈસ્લામાબાદમાં પહોંચ્યા છે.આ જ દિવસે હવે પાકિસ્તાન તરફથી આતંકી પ્રવૃતિઓને લઈને નિવેદન સામે આવ્યું છે. આ એક મોટું કબૂલનામું છે. પાકિસ્તાન સ્થિત આતંકી કમાન્ડરે પહેલગાંવની ઘટના પર ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યારે શાંતિ વાર્તાને મજાક સમજી છે. એવામાં હવે સવાલ એ ઊભો થાય છે કે, પાકિસ્તાન માટે મધ્યસ્થી એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનું કોઈ પરિણામ છે?