જયારે વર્ષ 2024માં 'તોબા તોબા' ગીત પર બોલીવૂડ એક્ટર વિકી કૌશલનો ડાન્સ કરતું ગીત આવ્યું ત્યારે ચાહકોમાં વિકીનું આ ગીત લોકપ્રિય બની ગયું હતું. ફિલ્મ 'બેડન્યુઝ' આ ગીત અને એમાં વિકી કૌશલના ડાન્સ મૂવ્સ ખૂબ જ વાયરલ થયા હતા. લોકોએ આ ગીત પર લાખો રીલ્સ પણ બનાવી હતી. પરંતુ શું તમને ખબર છે કે દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રાનો પતિ નિક જોનાસ પણ આ ગીતનો એકદમ દિવાનો છે? ચાલો તમને આ વિશે જણાવીએ...
હોલીવૂડ સ્ટાર નિક જોનાસે ખુદ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે આ ગીતનો કેટલો મોટો ચાહક છે. નિક જોનાસે આ બાબત વાત કરતાં જણાવતા કહ્યું હતું કે, જયારે પણ કોઈ લગ્નમાં તોબા તોબા ગીત વગાડવામાં આવે છે, ત્યારે હું મારી જાતને ડાન્સ કરતો રોકી શકતો નથી.
નિક જોનાસે ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મને બોલીવૂડ સોન્ગ્સ ખૂબ જ પસંદ છે. જ્યારે પણ લગ્નમાં કોઈ બોલીવૂડના ગીતો વાગે છે ત્યારે હું મારી જાતને એ ગીતો પર ઝૂમતો રોકી શકતો નથી. વધુમાં તેણે ઉમેર્યું કે અનેક એવા કલાસિક ગીતો છે જેમ કે સેલિબ્રેશન્સ, વી આર ફેમિલી પણ મને તો 'તોબા તોબા' ગીત ખૂબ જ પસંદ છે'. હાલમાં જ તેને પત્ની પ્રિયંકા ચોપરા સાથે 'સાજન સાજન' ગીત પર પણ રીલ બનાવી હતી.
અહીંયા તમારી જાણકારી માટે કે લોકપ્રિય 'તોબા તોબા' ગીતને બોસ્કો માર્ટીસે કોરિયોગ્રાફ કર્યું હતું અને આ ગીત પર વિકી કૌશલે ચાર દિવસ સુધી બોસ્કો માર્ટિસ સાથે રિહર્સલ કર્યું હતું. વિકીને તેના ડાન્સ સ્ટેપ ઈમ્પ્રૂવ કરવા માટે કેટરીના કેફે પણ મદદ કરી હતી. આ ગીતને 580 મિલિયનથી વધુ વ્યૂઝ પણ મળ્યા હતા.
નિક જોનસે આ ઉપરાંત તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'મુજસે શાદી કરોગી' થી લઈને 'ધુરંધર'ના સુપરહિટ ગીત 'શરારત' પર પણ તેમના ભાઈઓ સાથે રીલ્સ બનાવી હતી. આ પરથી એવું ચોક્કસ જ કહી શકાય કે નિક જોનસ બોલીવૂડ સોન્ગ્સનો સૌથી મોટો રસિયો છે.