મુંબઈઃ મૌની રોયે ડેવિડ ધવનની ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' માં વરુણ ધવનની નકલી માતાની ભૂમિકા ભજવી હતી, જ્યારે આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું એ સમયથી મૌનીની ચર્ચા થઈ રહી છે. એ સમયે એના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું હતું. એ જ સમયમાં ફિલ્મ આવતા અનેક એવી ચર્ચાઓ થઈ રહી હતી. હવે આ ભૂમિકાને કારણે તેને સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.મૌની પર થતી કોમેન્ટનો એક સમય બાદ હવે એક્ટ્રેસે દમદાર જવાબ આપી દીધો છે. મૌની આ વિવાદથી દૂર રહે છે. નકારાત્મકતાને બાજુ પર રાખીને, તે કહે છે કે તેનું એકમાત્ર ધ્યાન દિગ્દર્શકના વિઝનને અમલમાં મૂકવા ધ્યાન આપ્યું છે.
ડાયરેક્ટરના વખાણ કર્યા
આ ફિલ્મ નિર્માતાની પ્રશંસા કરતા, મૌનીએ ડેવિડ ધવન પ્રત્યે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરીને પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરી છે. તેમણે સમજાવ્યું કે આ પ્રોજેક્ટ કેમ છોડ્યો નહીં અને કામ કરતી રહી.
અભિનેત્રીએ કહ્યું, "હું ડેવિડ ધવનની ખૂબ મોટી ચાહક છું. તેમની ફિલ્મો મારા માટે મિત્રો સાથે કામ કરવા જેવો અનુભવ છે. તેણે ઉલ્લેખ કર્યો હતો કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે. વધુમાં, તે એક કોમેડી કરતા વાત કહી હતી, હું પહેલી વાર આ આવી ફિલ્મોમાં કામ કરી રહી છું. તેથી હું તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી આ ફિલ્મની. મને બધી પ્રમોશનલ પ્રવૃત્તિઓથી દૂર રાખી પણ મને ફિલ્મમાં કામ કરવાનો આનંદ છે. તે એક સમજદાર નિર્ણય હતો, કારણ કે તેનાથી લોકોમાં ફિલ્મમાં હું કઈ ભૂમિકા ભજવી રહી છું તે અંગે ઉત્સુકતા જાગી.ફિલ્મ પહેલા જ્યારે મારી પાસે સ્ક્રિપ્ટ આવી એ સમયે મારો રોલ જાણીને મને પણ આશ્ચર્ય થયું છે. સૌથી પહેલા મને મુકેશ છાબડાનો કોલ આવ્યો હતો. પછી તેણે મને મારા રોલ વિશે વાત કરી હતી.
ટ્રોલર્સને દમદાર જવાબ આપ્યો
મારૂ જ્યારે પહેલી વાર સિલેક્શન થયું અને માતાના રોલ માટેની ઓફર હતી એ સમયે હું પણ ચોંકી ગઈ હતી. હવે વિચારો જ્યારે લોકો એ ડાયલોગ સામે આવ્યો કે, મા કા ફોન નહીં પૂરી મા ચાહિયે એ ઓફ સ્ક્રિન પણ કેટલી કોમેડી કરાવી હશે. આમ પણ દર્શકો પણ માને છે કે, મા તરીકેના રોલ માટે તે ફીટ બેસતી જ ન હતી. પણ નકલી હોવાના કારણે કામ ચાલી ગયું હતું. મને ખ્યાલ છે કે, મેં ફિલ્મમાં શું કામ કર્યું અને કેવું કામ કર્યું છે. મારા કામથી ડાયરેક્ટર ખુશ થયા છે અને ફિલ્મમાં જે પણ લોકો સાથે મેં કામ કર્યું છે એ પણ ખુશ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેણે કહ્યું કે, મને લોકોની કોઈ એવી વાતથી ફરક પડતો નથી. એક લાંબા બ્રેક બાદ મૌની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે વરૂણની માતાનો રોલ પ્લે કર્યો હતો. જોકે, જ્યારથી ફિલ્મ આવી એમાં સૌથી વધારે ચર્ચા મૌની રોયની થઈ રહી હતી. હવે તેણે ટ્રોલર્સને દમદાર જવાબ આપી દીધો હતો.