મેક્સિકોઃ ફૂટબોલના મહાકુંભ સમાન ફિફા વર્લ્ડકપની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. મેકસિકોએ પોતાના ઑપનિંગ મેચમાં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવીના ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી છે. ફૂટબોલ વર્લ્ડકપના દિવાના સમગ્ર દુનિયામાં છે. ઑપનિંગ સેરેમની વખતે પણ ઘણા દેશમાંથી લોકો આવ્યા હતા. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જ એવું બન્યું કે, ગોલ કરતા રેડકાર્ડ વધારે મળ્યા હતા. મેચની હાઈલાઈટ્સ પરથી તો એટલું કહી શકાય છે કે, મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ગોલ કરતા રેડકાર્ડ આપ્યાનું વધારે જોવા મળ્યું છે.
𝗙𝗨𝗟𝗟-𝗧𝗜𝗠𝗘 🇲🇽 Mexico 2-0 South Africa 🇿🇦pic.twitter.com/DFFYJOp2O1
— World Cup 2026 (@WorldCupMedia) June 11, 2026
ગોલ માત્ર બે જ થયા
ગોલની સંખ્યા માત્ર બે છે પણ રેડકાર્ડ આપ્યાની સંખ્યા ત્રણ છે. ફૂટબોલના મેદાનમાં રેડકાર્ડ મળે એને ગંભીરતાથી લેવામાં આવે છે. જ્યારે પણ રેફરી રેડકાર્ડ બતાવે છે એ સમયે ખેલાડીએ મેદાન છોડવું પડે છે. એ પછી ખેલાડી જે પણ ટીમનો હોય એ ટીમને એનું નુકસાન ભોગવવું પડે છે. ખેલાડી જ્યારે પણ કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે, વ્યવહાર બરોબર કરતો નથી એ સમયે એને રેડકાર્ડ આપવામાં આવે છે.
Mexico beats South Africa 2-0 in the opening match of the FIFA World Cup 2026 💥pic.twitter.com/rPoV3NtTRn
— The Khel India (@TheKhelIndia) June 12, 2026
ત્રણ ત્રણ વાર સાઉથ આફ્રિકા અને મેક્સિકો વચ્ચેની મેચમાં રેડકાર્ડનો ઉપયોગ થયો હતો. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ઓપનિંગ મેચમાં ત્રણવાર કોઈ ટીમને રેડકાર્ડ બતાવવામાં આવ્યું હોય. બે રેડકાર્ડ સાઉથ આફ્રિકાના ખાતામાં છે જ્યારે મેક્સિકોના ખાતમાં એક રેડકાર્ડ છે. આ મેચ દરમિયાન રેફરી સાથે રકઝક, ખેલાડીઓ વચ્ચે ખોટો વ્યવહાર અને શારીરિક ટક્કર પણ જોવા મળી હતી.
ઈતિહાસમાં આવું પણ બનેલું
રિપોર્ટ અનુસાર ફિફા વર્લ્ડકપની ઓપનિંગ મેચમાં દેખાડવામાં આવેલા ત્રણ રેડકાર્ડ અગાઉ ક્યારેય બતાવાયા નથી. આવું પહેલીવાર બની રહ્યું છે. એ પણ ત્રણ ત્રણ વાર રેડકાર્ડ બતાવાય રહ્યું છે. વર્ષ 2006માં જર્મનીમાં યોજાયેલી વર્લ્ડકપ ટુર્નામેન્ટ બાદ આવું પહેલીવાર થઈ રહ્યું છે.
એ સમયે કોઈ ટીમને બે વાર રેડકાર્ડનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2022 અને વર્ષ 2018 દરમિયાન 4-4 વખત રેડકાર્ડ બતાવવામાં આવ્યા હતા. મેક્સિકો અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં સાઉથ આફ્રિકાના સ્પેફેલો સિથોલ અને થેમ્બા જવાનને મેદાનની બાહર મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે ટુર્નામેન્ટના હોસ્ટ સીજર મોંટેસને રેડકાર્ડ દેખાડી દેવામાં આવ્યું હતું.
શરૂઆતની કોઈ મેચમાં રેડકાર્ડ મળ્યું હોય એવી આ પહેલી ઘટના છે. બીજા હાફની શરૂઆતમાં બોક્સના કિનારા પાસે મેક્સિકોના બ્રાયન ગુટિએરેજને પાડી દીધા બાદ સિથોલેને રેડકાર્ડ આપવામાં આવ્યું હતું.
કમબેક ન કરી શકી સાઉથ આફ્રિકા
આ વખતે સ્ટાર્ટિંગમાં જ રેડકાર્ડ મળતા અન્ય ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. ખેલાડીઓ પણ એલર્ટ થઈને સાવચેતીથી ગેમ પર ફોક્સ કરીને રમી રહ્યા છે. વર્લ્ડકપની શરૂઆત તો ધમાકેદાર થઈ ગઈ છે પણ ટીમ કેવું પર્ફોમ કરે છે એના પર સમગ્ર મેચનો આધાર છે. દક્ષિણ આફ્રિકાને 17મી મિનિટમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ખેલાડી ટેબોહો મોકોએનાને ઉલ્લંઘન માટે યલો કાર્ડ મળ્યું છે. પ્રથમ હાફ બાદ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ કોઈ કમબેક કરીને મેક્સિકોને ફાઈટ આપી શક્યા ન હતા.
આ કારણે સાઉથ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો હતો. એ પછી મેક્સિકોના ખેલાડીઓ એક પાસ ઓન બનાવીને રમી રહ્યા હતા. રમત દરમિયાન ગુમાવેલા સમયની ભરપાઈ કરવા માટે પ્રથમ હાફમાં ચાર મિનિટનો સ્ટોપેજ સમય ઉમેરવામાં આવ્યો.એક રેડકાર્ડથી મેક્સિકોની જીતમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી. તે આસાનીથી મેચ જીતવામાં સફળ રહી હતી.