Sun Jun 21 2026

Logo

આર્જેન્ટિનામાં મેસીનું 85 ફૂટનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ

Newyork   2026-06-21 12:29:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂકેન (આર્જેન્ટિના): ફૂટબૉલના ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસીનું સૌથી ઊંચું 85 ફૂટનું સ્ટેચ્યુ આર્જેન્ટિના (Argentina)ના ન્યૂકેન શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

કોલકાતામાં મેસીનું 70 ફૂટનું સ્ટેચ્યૂ નીચે ઉતારાયા બાદ હવે...

મેસી ગયા વર્ષે ભારતના પ્રવાસે આવ્યો હતો ત્યારે તેનું 70 ફૂટ ઊંચું સ્ટેચ્યૂ (Statue) કોલકાતામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તેનું આ સૌથી ઊંચું સ્ટેચ્યૂ મનાતું હતું. જોકે 20 દિવસ પહેલાં વંટોળને લીધે આ સ્ટેચ્યૂ હલવા લાગ્યું હતું અને સલામતી ખાતર એ નીચે ઉતરવામાં આવ્યું હતું.

મેસીનો આ વિશ્વ વિક્રમી છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ છે અને તે કદાચ હવે પછી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ લેશે. વર્લ્ડ કપના આ પ્રસંગે આર્જેન્ટિનામાં મેસીની 10 નંબરના જર્સીવાળી સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને દેશને એક નવું પ્રતીક આપવામાં આવ્યું છે.

મેસીનું આ સ્ટેચ્યૂ બે વર્ષથી (2022માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું એના બે વર્ષ બાદ) બની રહ્યું હતું. આ સ્ટેચ્યૂની ઊંચાઈ 85 ફૂટ ચાર ઇંચ જેટલી છે. અલ્દો બેરોઈસા નામના શિલ્પકારે આ પ્રતિમા બનાવી છે.