Sat May 02 2026

Logo

મે 2026માં ખુલશે પ્રગતિના દ્વાર, મંગળાદિત્ય અને બુધાદિત્ય રાજયોગથી સિંહ અને મકર સહિત આ રાશિના જાતકોને થશે ધનલાભ...

2026-05-02 17:04:15
Author: Darshna Visaria
Article Image

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મેષ રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળના મિલનથી રચાતા ત્રિગ્રહી યોગ તેમજ મંગળાદિત્ય અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. 11મીમેના રોજ સૂર્ય, બુધ અને મંગળ એકસાથે મેષ રાશિમાં હોવાથી ત્રિગ્રહી યોગ રચાશે. આ શુભ સ્થિતિમાં મંગળાદિત્ય અને બુધાદિત્ય રાજયોગ પણ બનશે જેની અસર દેશ-દુનિયા પર જોવા મળશે.

મેષ: 

મેષ રાશિના જાતકો માટે મે મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે અને એમાં પણ આ યોગ મેષ રાશિમાં જ બની રહ્યો હોવાથી જાતકોના આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થશે અને કરિયરમાં પ્રગતિની તકો સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ સમયે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતાં તમને દરેક કામમાં સફળતા મળી રહી છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધનલાભના પ્રબળ યોગો સર્જાશે. ઘર-પરિવારમાં પણ હસી- ખુશીનો માહોલ જોવા મળશે. 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે મે મહિનો જીવનમાં સકારાત્મક્તા લઈને આવી રહ્યો છે. સૂર્ય, બુધ અને મંગળ જેવા મહત્ત્વના ગ્રહોના ગોચરથી આ સમયે જીવનમાં ધારી સફળતા મળી રહી છે. નોકરી અને કરિયરની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ ઉત્તમ છે. નવી નોકરીની તકો, પ્રમોશનની સંભાવના અને પગાર વધારાના યોગ બની રહ્યા છે.

મકર: 

મેષ રાશિમાં એક સાથે બની રહેલાં અનેક રાજયોગને કારણે મકર રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. આવકના નવા સ્ત્રોતો ઊભા થશે અને રોકાણ કરવા માટે આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે. પરિવાર સાથે સારો સમય પસાર થવાથી મન પ્રસન્ન રહેશે.

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયે વેપાર કરી રહેલાં વેપારીઓને વેપારમાં લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પારિવારિક અને પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી કરી રહેલાં જાતકો માટે પગાર વધારો કે પ્રમોશનના યોગ બની રહ્યા છે.

વધુ જુઓ...