Wed Aug 19 2026

Logo

મનીષા રાની પહોંચી પેરિસ, ગ્લેમરસ લુક જોઈને ફેન્સ બોલ્યા- ‘હંમેશા ફાયર લાગો છો!’

2026-08-09 22:07:49
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ગ્લેમરની વાત કરવામાં આવે ત્યારે માત્ર બોલિવૂડની જ એક્ટ્રેસનો ડંકો વાગે એવું બિલકુલ નથી. ભોજપુરી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવતી મનીષા રાનીએ તાજેતરમાં વિદેશમાં જઈને ગ્લેમરસ કહી શકાય એવું ફોટોશુટ કરાવીને ફેન્સને ચોંકાવી દીધા છે. ગ્લેમર, બોલ્ડ અને ડેશિંગ પર્સનાલિટી તેના આ ફોટોશુટમાં જોવા મળી છે. ફ્રાંસના મહાનગર પેરિસમાં જઈને તેણે આ ફોટોશુટ કરાવ્યું છે. ખાસ કરીને તેણે જે ટોપ પહેર્યું છે એમાં બીબી કી હિરોઈન એવું લખ્યું છે. જેના પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ફેન્સ તો દિલ અને ફાયરવાળું ઈમોજી પોસ્ટ કરીને પોસ્ટની લાઈક વધારી રહ્યા છે. 

એકથી એક બેસ્ટ પોઝ આપ્યા
ઈન્સ્ટાગ્રામ પર મનીષા રાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો પોસ્ટ કર્યા છે. જેના પર ફેન્સ લાઈક્સ કરી રહ્યા છે. આ તસવીરમાં મનીષા પેરિસની ઐતિહાસિક ઈમારત પાસે ગ્રીન કલરની કાર પાસે પોઝ આપતી દેખાઈ રહી છે. કુડી કુંવારે તેરે પીછે પીછે...જાતા કહાં હૈ હીરો..એવા કેપ્શન સાથે આ ફોટો શૅર કર્યા છે. ગણતરીના કલાકોમાં જ આ પોસ્ટ પર 60 હજારથી વધારે લાઈક્સ આવી ચૂકી છે. એક હજારથી વધારે કોમેન્ટ આવી છે. એક ફેન્સે લખ્યું હતું કે, તું હંમેશા ફાયર લાગે છે.


એક ફેન્સે મસ્તીભર્યા અંદાજમાં લખ્યું હતું કે, એક પોસ્ટ વ્યવસ્થિત રીતે દેખાતી નથી એટલી વારમાં તમે બીજી પોસ્ટ મૂકી દો છો.આવી પોસ્ટ પર ફેન્સે હાર્ટવાળા ઈમોજી પોસ્ટ કરીને કોમેન્ટ કરી છે. મનીષાએ ખૂબ જ ઓછા સમયમાં ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી લીધું છે. બિહારના મુંગેરમાંથી આવેલી એક્ટ્રેસે બીગ બોસ ઓટીટી પર એન્ટ્રી લીધી હતી. એ સમયે તે એટલી ચર્ચામાં ન હતી. આ સિવાય જ્યારે ઝલક દિખલા જા સીઝન 11માં તે વિનર બની એ સમયે એની ખૂબ જોરશોરથી ચર્ચા થઈ હતી. 

જોરદાર છે ફેન ફોલોઈંગ 
એની સંપત્તિની વાત કરવામાં આવે તો તે 5 કરોડના ઘરમાં રહે છે. મુંબઈ જેવા શહેરમાં એનો 3BHKનો એક ફ્લેટ છે. આ જ વર્ષમાં તે પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. આ ઉપરાંત તેની પોતાની યુટ્યુબ પર ચેનલ પણ છે. જેમાં તેણે પોતાના નવા ઘરની ટુર કરાવી હતી. આ ઘર ખૂબ આલિશાન હોવાનું માનવામાં આવે છે. મુંબઈ શહેરના ગોરગાંવમાં એનું આ ઘર આવેલું છે. આ ઘરની કિંમત હાલમાં 7 કરોડ હોવાનું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે. સમયાંતરે પોતાના ફોટો શેર કરે છે. આ ફોટો પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરે છે અને લાઈક્સ પણ કરે છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએંસર તરીકે જાણીતી મનીષાએ આ પહેલા પણ પોતાની ટુરના ફોટો શૅર કર્યા છે.