લખનઉ : દિલ્હીથી લખનઉ આવેલી એર ઇન્ડિયાની ફલાઇટ બીજા પ્રયાસમાં ઉતરાણ કરી શકી હતી. એરપોર્ટ સત્તાવાળાના જણાવ્યા અનુસાર ભારે પવનના લીધે ફલાઇટને ગો-અરાઉન્ડ' કરવી પડી હતી. મહત્વનું છે કે આ વિમાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સવાર હતા.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી લખનૌ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બીજા પ્રયાસમાં જ સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહી. એવું બહાર આવ્યું છે કે રાહુલ ગાંધી પણ ફ્લાઇટમાં સવાર હતા.
બીજા પ્રયાસમાં સુરક્ષિત લેન્ડિંગ
આ અંગે મળતા પ્રાથમિક અહેવાલ મુજબ દિલ્હીથી લખનઉ આવેલું એર ઈન્ડિયાના વિમાનને પ્રથમ વખતે લેન્ડિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના લીધે સેફ લેન્ડિંગ શક્ય ન હતું. જેના લીધે ફ્લાઇટને 'ગો-અરાઉન્ડ' કરવી પડી હતી. તેમજ બીજા પ્રયાસના તેનું સફળ લેન્ડિંગ થયું હતું.
પાયલોટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાની દિલ્હીથી લખનઉ જતી ફ્લાઇટ AI-1717માં રાહુલ ગાંધી સવાર હતા. લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે વિમાને બપોરે 3:45 વાગ્યે 'ગો- અરાઉન્ડ' કર્યું હતું. ત્યારબાદ પાયલોટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને ફરીથી ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો. તેમજ લગભગ 10 મિનિટ પછી બપોરે 3:55 વાગ્યે ફ્લાઇટનું લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.