Fri May 01 2026

Logo

જાહેર ઉપયોગ માટેનો પ્લોટ ગેરકાયદે વેચવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારની ધરપકડ

2026-04-03 17:57:35
Author: Yogesh D. Patel
Article Image

થાણે: જાહેર ઉપયોગ માટે અનામત રખાયેલા પ્લોટના વેચાણને સરળ બનાવવા બોગસ દસ્તાવેજો તૈયાર કરવા બદલ 59 વર્ષના શખસની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કોપરખૈરાણે વિસ્તારમાં આવેલો પ્લોટ પ્લાનિંગ એજન્સી સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) દ્વારા જાહેર સેવાઓ માટે અનામત રાખવામાં આવ્યો હતો.

જોકે આ પ્લોટના બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા અને તેને ગેરકાયદે વેચવામાં આવ્યો હતો. ઉપરાંત તેના પર બાંધકામ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.આ અંગે ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી અને જાણવા મળ્યું હતું કે નવી મુંબઈના નેરુળ ગામમાં રહેનારા પ્રભાકર આત્મારામ મ્હાત્રેએ સિડકોના પ્લોટના વેચાણને સરળ બનાવવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને મ્હાત્રેની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)