બોલીવૂડ સુપરસ્ટાર ગોવિંદા, તેમની પત્ની સુનિતા આહુજા અને એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર વચ્ચેનો પારિવારિક તેમજ અંગત વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શને ગોવિંદા અને કોમલ રાણી એકસાથે પહોંચ્યા બાદ સુનિતા આહુજાએ આકરા પ્રહારો કર્યા છે. જોકે, હવે આ બાબતે કોમલ રાણીએ મૌન તોડતા સુનિતા આહુજા સામે ગંભીર આક્ષેપો કરતી લાંબીલચક
કોલકાતાના દક્ષિણેશ્વર કાલી મંદિરે પહોંચીને સુનિતાએ પોતાના 'ઘરને તોડનારા રાક્ષસોના નાશ' માટે મન્નત માંગી હતી અને યુવા પેઢી પાસે સહાનુભૂતિની અપીલ કરી હતી. સુનિતાના આ નિવેદનો અને વીડિયો સામે હવે છેવટે કોમલ રાણી સ્વર્ણકારે મૌન તોડ્યું છે. કોમલે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સુનિતા આહુજા પર સીધા અને ગંભીર પ્રહારો કર્યા છે.
કોમલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, જે સ્ત્રી પોતાના જ પતિને વર્ષોથી મારી નાખવાના પ્રયાસ કરી રહી હોય, તેવી મહિલાઓની બદદુઆ કે શાપ ક્યારેય કોઈને લાગતા નથી. કોમલે આગળ સવાલ ઉઠાવ્યો હતો કે પહેલેથી જ તૂટેલા ઘરમાં કોઈ બહારની વ્યક્તિ હોમ બ્રેકર નથી બનતી. દેશની જનતા એટલી મૂર્ખ નથી કે કાન ભંભેરણી કરનારા કાગડા પાછળ દોડે. મને સમજાતું નથી કે કોઈ સ્ત્રી પીડામાંથી પસાર થઈ રહી છે કે પછી તે પીડાને સહન કરવાને બદલે તેનો તમાશો બનાવી લોકો વચ્ચે એન્જોય કરી રહી છે?

કોમલે સુનિતા પર સીધો પ્રહાર કરતાં લખ્યું હતું કે આ કોઈ વાસ્તવિક દુઃખ નથી પણ એક સુનિયોજિત ષડયંત્ર છે. તેણીએ જણાવ્યું હતું કે એક પુરુષને સતત માનસિક ત્રાસ આપવો, તેને કામ કરતાં રોકવો, તેને ઘરમાં બેસાડીને બરબાદ થવા પર મજબૂર કરવો અને તેને એટલો એકલો પાડી દેવો કે તે મોતના મુખ સુધી પહોંચી જાય કોઈ પણ સારી અને સમર્પિત પત્ની પોતાના પતિ સાથે આટલો ખરાબ વ્યવહાર ન કરી શકે.
કોમલે લખ્યું કે આવી સ્ત્રીઓ બંધ બારણે પોતાની ચાલ રમે છે અને બહાર આવીને લોકોની સહાનુભૂતિ મેળવે છે. પોતાનો અંગત એજન્ડા ચલાવવા માટે મારું નામ લેવાનું બંધ કરો. ભગવાન આવા કપટી લોકોથી ભલા માણસોને સુરક્ષિત રાખે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા પોતાની કમબેક ફિલ્મ 'રૂપા' (Roopa)માં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે નિર્માતા તરીકે પણ જોડાયેલા છે, જેમાં કોમલ રાણી લીડ એક્ટ્રેસ છે. પહેલાં એરપોર્ટ અને ત્યારબાદ લાલબાગચા રાજાના દર્શને બંને સાથે દેખાતાં અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
અહીંયા તમારી જાણકારી માટે કે થોડા સમય અગાઉ સુનિતા આહુજાએ ગોવિંદા સામે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. સુનિતાએ દાવો કર્યો હતો કે જો છૂટાછેડા થઈ જાત તો ગોવિંદા અને કોમલ લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા, તેથી તેમણે અરજી પાછી ખેંચી લીધી હતી.