Wed Aug 19 2026

Logo

'ટોક્સિક' ફિલ્મની મસમોટી સ્ટારકાસ્ટે કેટલી ફી વસુલી? લીડ એક્ટ્રેસની ફીની રકમ જોઈ ફેન્સ ચોંક્યા

2026-08-11 11:01:00
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર યશની મચ અવેઈટેડ ફિલ્મ 'ટોક્સિક'નું ટ્રેલર રિલીઝ થઈ થયું છે. હવે ફિલ્મ રિલીઝ થાય એની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર જોઈને ફેન્સ એવું કહી રહ્યા છે કે, આ 'એનિમલ' ફિલ્મના ફાઈટ સિન કરતા પણ ક્રૂર ફાઈટ સીનવાળી ફિલ્મ છે.

મસમોટી સ્ટારકાસ્ટ અને એકથી એક ફ્રેમમાં લોહીના ફુવારા ઉડાવતી ફિલ્મના ટ્રેલરમાં સ્ટોરી ક્યાંય ક્લિક થતી નથી. છતાં ટ્રેલરને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે યશે આશરે ₹50 કરોડ ચાર્જ કર્યા છે. આ ફિલ્મમાં તે કો રાઈટર અને કો પ્રોડ્યુસર પણ છે. 

કેટલા કરોડ લીધા કિયારાએ?
આ ફિલ્મ માટે કિયારા અડવાણીએ ₹15 કરોડની ફી લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તે નાદિયાનો રોલ પ્લે કરી રહી છે. યશ સાથેના હોટ સિન અને એક્સપ્રેશનની જોરશોરથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.


ખાસ કરીને ટ્રેલરમાં તેનો કિલર લૂક જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. એક ટૂંકી મુલાકાતમાં કિયારાએ કહ્યું હતું કે, આવો રોલ પ્લે કરીશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. ગીતુ મોહનદાસે આ અંગે પહેલાથી જ મને આખી ફિલ્મ કહી સંભળાવી હતી. ફિલ્મમાં ગંગાનો રોલ પ્લે કરનારી સાઉથની સુપર એક્ટ્રેસ નયનતારાએ ₹12 કરોડની ફી વસુલી છે. ફિલ્મમાં નયનતારાનો લૂક પણ જોરદાર છે. તે એક્શન સિક્વન્સમાં પણ ભાગ લઈ રહી છે. એવું પણ કહેવાય છે કે, ફિલ્મને લઈને નયનતારાની પસંદગી પહેલાથી કરી દેવામાં આવી હતી. 

આ રીતે થાય છે બધુ નક્કી
મેલિસાનો રોલ પ્લે કરનારા એક્ટ્રેસ રૂકમણી વસંતે આ ફિલ્મ માટે ₹3 કરોડનો ચાર્જ લીધો હોવાના પણ રિપોર્ટ છે. જ્યારે એલિઝાબેથનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ હુમ કુરૈશીએ ₹3 કરોડની ફી લીધી છે. રેબેકાના રોલમાં તારા સુતરિયાએ ₹2 કરોડ લીધા છે. સમગ્ર આંકડા એક રિપોર્ટને આધારિત છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો આ અંગે કોઈ સ્પષ્ટતા કરતા નથી.

ખાસ કરીને બિગ બજેટની ફિલ્મ હોય ત્યારે પ્રોડ્યુસર કે મેકર્સ, સેટ ડીઝાઈનર્સ કે કો આર્ટિસ્ટ સમગ્ર પ્રોજેક્ટને લઈને ખાસ ચર્ચા કરતા નથી. ખાસ કરીને બધુ નક્કી થઈ ગયા પછી જ પોતાની રીતે કામ કરે છે. આ માટે જે તે કલાકાર પોતાની ફી વસુલે છે. આ રકમ કેટલાક મીડિયા રીસોર્સમાંથી મળતા એક યાદી તૈયાર કરવામાં આવી હતી.