કેદારનાથઃ ચારધામ યાત્રા 2026ની તૈયારીઓ વચ્ચે કેદારનાથ ધામ જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. હેલિકોપ્ટર સર્વિસની બુકિંગ 11 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, અને આ વ્યવસ્થા IRCTCના અધિકૃત પોર્ટલ દ્વારા જ ઉપલબ્ધ રહેશે. આ વર્ષે બુકિંગ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કેદારનાથ હેલિકોપ્ટર ટિકિટ માત્ર અધિકૃત પ્લેટફોર્મ પરથી જ બુક કરવી, કારણ કે અન્ય કોઈ વેબસાઇટ અથવા એજન્ટ મારફતે બુકિંગ ઠગાઈનો શિકાર થવાની સંભાવના છે.
શ્રદ્ધાળુઓ હેલિયાત્રા માટે ક્યાંથી લોગિન કરવું ?
આ બુકિંગ 22 એપ્રિલથી 15 જૂન સુધીની યાત્રા માટે માન્ય રહેશે. ટિકિટ બુક કરવા માટે પહેલા ઉત્તરાખંડ પરિવહન પર રિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ટિકિટ કલાક દરમિયાન આ વાતનું ધ્યાન રાખો કે એક ID પર મહત્તમ 6 ટિકિટ પણ બુક કરો.બુકિંગ કરવા માટે શ્રદ્ધાળુઓએ પહેલા IRCTCના હેલિયાત્રા પોર્ટલ પર લોગિન કરવું પડશે. ત્યારબાદ પોતાની વિગતો, ઓળખપત્ર અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઉપલબ્ધ રૂટ પસંદ કરી શકાય છે.
હેલિકોપ્ટર સેવાઓ ત્રણ સ્થળોએથી કાર્યરત
ભાડાની વાત કરવામાં આવે તો, કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ ત્રણ સ્થળોએથી કાર્યરત છે: ગુપ્તકાશી, ફાટા અને સેરસી. ભાડાની વાત કરીએ તો, ગુપ્તકાશીથી કેદારનાથ સુધીનું રાઉન્ડ-ટ્રીપ ભાડું આશરે ₹12,762 છે; ફાટાથી કેદારનાથ સુધીનું ભાડું ₹10,164 છે; અને સેરસીથી કેદારનાથ સુધીનું ભાડું ₹6,390 છે.
હેલિકોપ્ટર સેવા ખાસ કરીને વૃદ્ધ, બીમાર અથવા સમયની અછત ધરાવતા યાત્રિકો માટે ઉપયોગી સાબિત થાય છે. ઉંચા પહાડી માર્ગ અને લાંબી ચઢાણથી બચીને ભક્તો સરળતાથી કેદારનાથ ધામ પહોંચી શકે છે. યાત્રિકોએ બુકિંગ કરતી વખતે માત્ર અધિકૃત માહિતી પર ભરોસો રાખવો જોઈએ અને અજાણી લિંકો કે વોટ્સએપ સંદેશાઓથી દૂર રહેવું જોઈએ.