મુંબઈઃ અમિતાભ બચ્ચને પોતાના શૉ KBCની 18મી સીઝનમાં કેટલીક એવા વાત કહી છે જે ખરેખર પદડા પાછળની હોવાનું માનવામાં આવે છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 18’માં ઘણી વખત સ્પર્ધકો સાથે વાતચીત દરમિયાન રસપ્રદ અને મજેદાર ખુલાસા થતા હોય છે.
તાજેતરના એક એપિસોડમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. શોમાં આવેલી એક સ્પર્ધક ભારતીય ક્રિકેટર રોહિત શર્માની ફેન હોવાનું જણાવ્યું હતું. આ વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને પણ જણાવ્યું કે તેઓ રોહિત શર્માને ખૂબ પસંદ કરે છે.
રસપ્રદ કિસ્સો શૅર કર્યો
આ દરમિયાન બિગ બીએ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પણ જણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ રોહિત શર્માની મેચ ચાલી રહી હોય છે ત્યારે તેમની નજર ઘણી વખત રિતિકા તરફ જતી રહે છે. તેની પાછળ એક ખાસ કારણ પણ છે. શો દરમિયાન સોનાલી નામની સ્પર્ધકે જણાવ્યું કે, તે રોહિત શર્માની ખૂબ મોટી ફેન છે. તેણે મજાકિયા અંદાજમાં તો ત્યાં સુધી કહી દીધું કે તે પોતાને રોહિત શર્માની પત્ની માને છે. આ વાતથી અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્ય થયું હતું. સોનાલીની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચને પણ હળવા-ફુલકા અંદાજમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેઓ રોહિત શર્માને આ વાત ચોક્કસ જણાવશે કે સોનાલી તેમની પત્ની બનવા માટે શોમાં આવી હતી.
અમિતાભના પણ ફેવરિટ છે રોહિત શર્મા
એક ક્રિકેટ સાથે જોડાયેલા સવાલ દરમિયાન અમિતાભ બચ્ચને સોનાલીને ક્રિકેટમાં તેની રુચિ વિશે પૂછ્યું હતું. આ દરમિયાન સોનાલીએ રોહિત શર્મા પ્રત્યેની પોતાની દીવાનગી ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. સોનાલીએ કહ્યું કે, તે રોહિત શર્માની ખૂબ મોટી ફેન છે અને તેને રોહિતને ગ્રાઉન્ડ પર રમતા જોવાનું મોટું સપનું છે. મજાકમાં એમ પણ કહ્યું કે તે પોતાને રોહિતની પત્ની જ માને છે.
આ વાતથી રોહિત પણ શોક થઈ ગયો અને અમિતાભ બચ્ચન પણ આશ્ચર્ય સાથે હસી પડ્યા હતા. સોનાલીની વાત સાંભળીને અમિતાભ બચ્ચને મજાકિયા અંદાજમાં કહ્યું કે લાગે છે કે તેને રોહિત શર્મા માટે ઘણો પ્રેમ છે. ત્યારબાદ બિગ બીએ પોતે પણ રોહિત શર્માને પસંદ કરતા હોવાની વાત કરી. બીગ બીએ કહ્યું કે, રોહિત તેમને ખૂબ જ પસંદ છે અને તેઓ તેમની સાથે ઘણી વખત વ્યક્તિગત રીતે વાત પણ કરી ચૂક્યા છે.
મેચ સાથે જોડાયેલી વાત કઈ હતી.
આગળ અમિતાભ બચ્ચને રોહિત શર્માની મેચ સાથે જોડાયેલી એક ખાસ વાતનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે રોહિત મેદાન પર રમતા હોય છે ત્યારે તેઓ માત્ર રોહિતને જ નહીં, પરંતુ સ્ટેડિયમમાં તેમની પત્ની રિતિકા સજદેહને પણ ઘણી વખત જોતા હોય છે. તેનું કારણ જણાવતા બિગ બીએ કહ્યું કે, રોહિત જ્યારે રમતા હોય છે ત્યારે રિતિકાની આંગળીઓ હંમેશાં ક્રોસ થયેલી જોવા મળે છે.
અમિતાભે જણાવ્યું કે, રોહિતની મેચ દરમિયાન રિતિકાની આ ખાસ આદતે તેમનું ધ્યાન ખેંચ્યું હતું. તેમને આ બાબતને લઈને ઉત્સુકતા થઈ અને તેમણે એક વખત રોહિત શર્માને તેના વિશે પૂછ્યું હતું. અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું કે, જ્યારે તેમણે રોહિતને પૂછ્યું કે રિતિકા મેચ દરમિયાન પોતાની આંગળીઓ કેમ ક્રોસ રાખે છે, ત્યારે રોહિતે તેમને એક રસપ્રદ વાત જણાવી હતી. રિતિકા લગ્ન પહેલાંથી જ આવી રીતે પોતાની આંગળીઓ ક્રોસ કરતી હતી. એટલે કે રોહિત જ્યારે પણ રમતા હોય ત્યારે તેમના સારા પ્રદર્શન માટે રિતિકા આ રીતે ચિંતા અને આશા વ્યક્ત કરતી હોય છે.
પ્રેમભરી વાત ગણાવી
અમિતાભ બચ્ચને આ સમગ્ર ઘટનાને ખૂબ જ સુંદર અને પ્યારી વાત ગણાવી. તેમણે જણાવ્યું કે રોહિત મેદાન પર રમતા હોય ત્યારે આજે પણ રિતિકાની આ આદત જોવા મળે છે. અમિતાભ બચ્ચનના જણાવ્યા અનુસાર, રિતિકાની આ નાની એવી આદત રોહિત માટે તેમની ચિંતા અને લાગણી દર્શાવે છે.
રોહિત જ્યારે મેદાન પર હોય ત્યારે તેમની પત્ની રિતિકા જે રીતે આંગળીઓ ક્રોસ કરીને બેઠી રહે છે, તે વાત બિગ બીને ખાસ લાગી છે. સ્પર્ધકની રોહિત શર્મા પ્રત્યેની ફેનગિરીથી શરૂ થયેલી વાતચીત રોહિત અને રિતિકા સાથે જોડાયેલા એક અંગત અને રસપ્રદ કિસ્સા સુધી પહોંચી હતી. અમિતાભ બચ્ચને પણ રોહિત પ્રત્યેની પોતાની પસંદગી વ્યક્ત કરી અને રિતિકાની આ નાની પરંતુ ખાસ આદત વિશે દર્શકોને જણાવ્યું.