મુંબઈઃ જાણીતા કોમેડિયન કપિલ શર્મા ફરી પોતાની ટીમ સાથે પેટ પકડીને હસાવવા માટે આવી રહ્યા છે. કપિલ આમ પણ નવા ફ્લેવર સાથે ઘણા સમયથી શૉ શરૂ કરવા માગતો હતો. તેનો શૉ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ નવી સીઝન સાથે શરૂ થશે. શૉની પાંચમી સીઝન આશરે છ મહિનાના બ્રેક બાદ ફરી શરૂ થવાની છે. જે દર્શકોને પેટ પકડીને હસાવશે. ફેસ્ટિવલની સીઝનમાં આ શૉ શરૂ થઈ રહી છે. દિવાળીથી લઈ ક્રિસમસ સુધી કપિલ શર્મા તેની ટીમ સાથે દર્શકોને હસાવશે.
સરપ્રાઈઝ શું છે શૉ઼માં?
આ આ સમગ્ર સીઝન ખૂબ જ કોમેડી રહેવાની છે. આ વખતે નવા વિષયો સાથે કપિલ શર્મા આવી રહ્યો છે. તહેવાર દરમિયાન શૉમાં નવા મહેમાન પણ જોવા મળશે. મસ્ત મજાની વાતચીત, મસ્તી, કોમેડી અને કટાક્ષનો એક અલગ સંગમ જોવા મળશે. શૉના કમબેકને લઈ કપિલ પણ ખૂજ જ એક્ઝાઈટેડ છે.કપિલે જ કહ્યું કે, સીઝન દરમિયાન મને એવું લાગે છે કે, આ વખતે વધારે મજાક-મસ્તી થવાની છે. હજું મારે ઘણું બધુ કરવાનું છે. હજુ ઘણું કામ કરવાનું છે. ટીમ આ માટે ઘણું કામ કરી રહી છે અને ઘણી નવી વસ્તુઓ પણ આ સીઝનમાં દેખાશે. પૂરા ઉત્સાહ સાથે ટીમ હસાવવા માટે આવી રહી છે. આ સીઝનમાં ફરી અર્ચન પણ જોવા મળશે. કપિલે પોતાના અલગ અંદાજથી અર્ચનાની પણ મજાક કરી હતી. અર્ચનાની હસવાની સ્ટાઈલ ફરી જોવા મળશે. કપિલ સાથે એનું ટ્યુનિંગ ફરી જોવા મળવાનું છે. નેટફ્લિક્સના સિરીઝ હેડ, તાન્યા બામીએ પણ આ શૉના કમબેક અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ક્યારે શરૂ થશે અને ક્યાં જોવા મળશે?
છ મહિનાના વિરામ બાદ, દર્શકોમાં આ શો માટેની ઉત્સુકતા સતત વધી રહી હતી. આ વખતે, શૉ તહેવારોની મોસમમાં પાછો ફરી રહ્યો છે અને તેમાં અનેક જાણીતા મહેમાનો જોવા મળશે. નવી સીઝનની થીમ 'ફની ઓફ એવરી કાઇન્ડ' (દરેક પ્રકારની રમુજ) છે. કપિલ ફરી એકવાર પોતાની આગવી કોમેડી શૈલીથી દર્શકોને હસાવવા માટે તૈયાર છે. આ શોમાં મજેદાર નવી ક્ષણો, અણધાર્યા આશ્ચર્યો, સેલેબ્સના સરપ્રાઈઝ અને વિવિધ સેગમેન્ટ્સ જોવા મળશે, જે હાસ્યના આ ઉત્સવને દર્શકો માટે વધુ ખાસ બનાવશે. આ હાસ્યનો ખરેખર ઉત્સવ એટલા માટે બની રહેશે કારણ કે, આ વખતે ઘણી બધી વસ્તુઓ પર ટીમે કામ કર્યું છે.
બુધવારે મેકર્સે નવી સીઝનનો એક પ્રોમો પણ રિલીઝ કર્યો હતો. આ પ્રોમોમાં એક ઝલક જોવા મળી રહી છે. ફેસ્ટિવલના માહોલ વચ્ચે આ પ્રોમોમાં કપિલ પોતાની ટીમ સાથે આવી રહ્યો છે. ખાસવાત એ છે કે, ટીમના તમામ સભ્યો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. ઢોલ-નગારા સાથે શૉ શરૂ થઈ રહ્યો છે. આ સીઝન 26 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહી છે. જે નેટફ્લિક્સ પર જોવા મળશે. કપિલ સમગ્ર શૉને લીડ કરી રહ્યો છે.