તેલ અવિવ: યુએસ અને ઇઝરાયલે ગઈ કાલે શનિવારે ઈરાન પર મિસાઈલ હુમલો કરીને મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ શરુ કર્યું છે. યુએસ અને ઇઝરાયલ ઈરાન પર સતત મિસાઈલ હુમલા કરી રહ્યા છે, ઈરાનમાં વિસ્ફોટના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, એવામાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ પહેલી વાર ઈરાન પર લશ્કરી ઓપરેશનનો સત્તાવાર વિડીયો જાહેર કર્યો છે.
ઇઝરાયલે ‘રોરિંગ લાયન’ મીલીટરી ઓપરેશનના ભાગ રૂપે ઈરાનની રાજધાની તેહરાન અને ઈરાનના પશ્ચિમ ભાગોમાં આવેલા લશ્કરી મથકો પર હુમલા કર્યા હતાં. IDFએ તેહરાન પર કરવામાં આવેલા હુમલાના જાહેર કરેલા ફૂટેજમાં જોવા મળે છે, મિસાઈલ જમીન પર પાડવાની સાથે કાળા ધુમાડાના ગોટા ઉડે છે, જેનાથી ખબર પડે છે કે આ હુમલો કેટલો ભયાનક હતો.
ઇઝરાયલે ઈરાનને આતંકવાદી દેશ ગણાવ્યો:
IDFએ X પર વિડીયો પોસ્ટ કરીને લખ્યું "તેહરાનમાં ‘ઈરાનનાં આતંકવાદી શાસન’ ના મુખ્યાલયને નિશાન બનાવીને એક સચોટ હુમલો કરવામાં આવ્યો હતો.”
WATCH: For the first time since the start of Operation ‘Roaring Lion’, the IAF is striking targets belonging to the Iranian terror regime in the heart of Tehran.
— Israel Defense Forces (@IDF) March 1, 2026
Over the past day, the IAF conducted large-scale strikes to establish aerial superiority and pave the path to… pic.twitter.com/DN2MkGCfWc
અન્ય એક નિવેદનમાં પ્રવક્તાએ કહ્યું, "વાયુસેનાએ પશ્ચિમ ઈરાનમાં ઈરાની શાસનના લોન્ચર્સ અને વ્યૂહાત્મક સ્થળો સહિત સંખ્યાબંધ લશ્કરી મથકોનેને નિશાન બનાવ્યા છે."
ઇઝરાયલે ચેતવણી આપી કે આ હુમલા તો માત્ર શરૂઆત છે.
ઇઝરાયલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આ વીડિયો દર્શાવે છે, ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે.